Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

મોરવા પંથકના અપહરણ કેસના ત્રણ આરોપી પોલીસ સંકજામાં

Share

મોરવા પંથકના અપહરણ કેસના ત્રણ આરોપી પોલીસ સંકજામાં

ગોધરા,

Advertisement

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા એક ગામની બે છોકરીઓને અપહરણ કરીને તેના ઉપર દુષ્કર્મ ગુજારવાના બનાવને પગલે મોરવા હડફ પોલીસની ટીમે આ ગંભીર ગુનામા સામેલ ત્રણ ઈસમોનો દબોચી લીધા છે.જોકેચોકાવનારી વાત એ છે આ ત્રણેય આરોપીઓ પૈકી બે સગાભાઈઓ છે. આ અંગે પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકા પંથકમા મહીનઓ પહેલા બે બાળકીઓને અપહરણ કરીને લઈ જવાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો.જેને લેઈને પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ આપવામા આવી હતી. ત્યારપાસ શંકાસ્પદ નામોનેને આધારે મોરવા હડફ પોલીસ દ્વ્રારા તપાસનો ધમધમાટ શરુ કરવામા આવ્યો હતો. જેમાંસઘન તપાસને આધારે ખેડા જીલ્લાના કપડવંજ પાસેથી આ છોકરીઓને મળી આવી હતી પણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામા આવ્યા હતા.તેના પગલે મોરવા હડફ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે એન પરમાર એ આ ત્રણ આરોપીઓ સંજયભાઈ શંકરભાઈ પારગી રહે વાડોદર,ભારતસિંહ રતનસિંહ મકવાણા મોરડુંગરા નવી વસાહત તા ગોધરા, કમલેશકુમારપીન્ટુ શંકરભાઈ પારગીને ભારે જહેમત બાદ દબોચી લીધા હતા. આ પકડાયેસા આરોપીઓમાથી બે આરોપી સંજય પારગી અને શંકરપારગી બંને સગા ભાઈઓ છે. હાલમા મોરવાપંથકમા આ આરોપીઓને સખતમા સખત સજા મળે તેવી પણ માંગ કરવામા આવી રહી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાના હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન કરાયું*

ProudOfGujarat

ભારતે જીત્યા વધુ બે બ્રોન્ઝ, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચી

ProudOfGujarat

ભરૂચ : મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!