Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ખાતે માનસિંહ માંગરોલા નો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો

Share

 

ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે સ્થાપક શ્રી માનસિંહ દાદાનો જન્મદિવસ શ્રદ્ધા અને ગૌરવભાવ સાથે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

Advertisement

આ પ્રસંગે સંદીપ માંગરોલા, રાજેન્દ્રસિંહ સાયનિયા, રાજેન્દ્રસિંહ માંગરોલા તેમજ ટ્રસ્ટના પ્રમુખ યોગેશભાઈ જોષી સહિત તમામ વિભાગના આચાર્યશ્રીઓ અને સ્ટાફ દ્વારા માનસિંહ દાદાને મોમેન્ટો અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને તેમનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક પ્રવચનો યોજાયા.
ટ્રસ્ટી સંદીપ માંગરોલાએ પોતાના પ્રવચનમાં દાદાના સંઘર્ષમય જીવન અને આદિવાસી વિસ્તારમાં પગદંડી માર્ગો પર ચાલીને સંસ્થા ઊભી કરવાની તપસ્યાનો ઉલ્લેખ કર્યો અને દાદાની રાષ્ટ્રપતિશ્રીને સંસ્થામાં આમંત્રિત કરવાની ઇચ્છા પૂર્ણ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો.

રાજેન્દ્રસિંહ સાયનિયાએ દાદાના ત્યાગ, સમર્પણ અને શિક્ષણ પ્રત્યેના અવિરત કાર્યને યાદ કરી ભાવાંજલિ વ્યક્ત કરી.

એન.આર.આઈ. ધર્મેન્દ્રસિંહ જાદવે પોતાના સંબોધનમાં સંસ્થાની આંતરરાષ્ટ્રીય ઓળખ વધારવા માટે સહકાર આપવાની ખાતરી આપી.

ટ્રસ્ટ પ્રમુખ યોગેશભાઈ જોષીએ સંસ્થાના વિકાસપ્રયત્નો, આવનારી હીરક જયંતિ (૬૦ વર્ષ પૂર્ણોત્સવ)ની ઉજવણી અંગે માહિતી આપી અને સૌને મળીને સંસ્થાને નવી ઊંચાઈએ પહોંચાડવા આહ્વાન કર્યું.

કાર્યક્રમ અંતે સૌ ઉપસ્થિત મહાનુભાવોએ દાદાના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને સંસ્થાની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

આ રીતે માનસિંહ દાદાનો જન્મદિવસ ભાવભીની અને ગૌરવસભર રીતે ઉજવાયો.


Share

Related posts

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” અમૃત કળશ યાત્રા” ના આયોજન અંગે મીટીંગ યોજાઈ

ProudOfGujarat

નેત્રંગ તાલુકા ભાજપની સાંસદ કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

સુરતમાં પિપલોદમાં સ્પામાં કામ કરતી પૂર્વભારતની યુવતીની તબિયત બગડી જતાં તેને 108 મારફતે હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેની પાસેથી માદક પદાર્થ મળી આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!