Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘરફોડ ચોરીના કેસમાં ૨૦ વર્ષથી વોન્ટેડ આરોપી એમપીથી ઝડપાયો

Share

એલસીબીની ટીમે આરોપીને પકડી લાવી એ ડિવિઝન પોલીસને સોંપ્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ. પી. વાળાએ તેમની ટીમને જિલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. ત્યારે તે ટીમો દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરાઈ છે. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સમાંથી મળેલાં ઈનપુટના આધારે આરોપીઓના સગડ મેળવાઈ રહ્યાં છે.

દરમિયાનમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૬માં નોંધાયેલાં ઘરફોડ ચોરીના કેસમાં મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલાં કશોડ ખાતે રહેતો ગુરૂચરણસિંહ રૂપસિંહ પટવાનો નામનો શખ્સ ફરાર હતો. પોલીસે જે તે સમયે તેને શોધવાના તમામ પ્રયાસ કર્યા હતાં. જોકે, તે અલગ અલગ સ્થળે સંતાઈને રહેતો હતો. દરમિયાનમાં તે તેના કરોડ તાલુકાના કાલાપાટા ગામ ખાતે આવેલો હોવાની ચોક્કસ બાતમી એલસીબીની ટીમને મળતાં તેમણે તમામ પ્રકારની ખરાઈ કરી એક ટીમને મધ્યપ્રદેશ મોકલી હતી. જ્યાં ટીમે વોચ ગોઠવી તમામ માહિતી એકત્ર કર્યા બાદ તેની પરપકડ કરી હતી. ટીચે તેને ભરૂચ લાવી એ ડિવિઝનપોલીસ મથકે સોંપતાં પોલીસે તેનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ખોપીમાં 24 દિવસનો ખેડૂત આક્રોશ થંભ્યો, મંત્રીઓએ પારણા કરાવ્યાં :  જંગલ જમીન મુદ્દે સરકારના આશ્વાસન બાદ ધરણાનો અંત; હવે 3થી 4 મહિનામાં વચન પૂરું કરવાની સરકાર સામે કસોટી

ProudOfGujarat

વડોદરામાં રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઇ એ અકસ્માત ગ્રસ્ત યુવતીનો જીવ બચાવી માનવતા મહેકાવી.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ સાથે ૪ લોકોને ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!