બાઈક-મોપેડ ચાલકો બંધ ફાટક નીચેથી જતાં હોવાના દ્રશ્ય જોવા મળી રહ્યાં છે
। ભરૂચ !
દહેજ જીઆઈડીસી દિનપતિ દિન વિકાસ પામી રહી છે. ત્યારે કંપનીના માલસામાનને લાવવા-લઈ જવા માટે કેટલીક કંપનીઓ ગુડ્સ ટ્રેનનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે દહેજ ખાતે આવેલાં ફાટક પાસે ટ્રેન આવવાની હોય ત્યારે ફાટક નીચો કરી દેવાય છે. જેથી કે કોઈ અકસાત સર્જાય. જોકે, કેટલાંક લોકો ભારે બેદરકારી દાખવે છે. ત્યારે એક ઈકો કારના ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ફાટક નીચે થઈ રહી હતી. તે વેળાં વહેલાં નિકળી જવાની વ્હાઈમાં શખ્સે તેની કાર હંકારી લીધી હતી.જોકે, તેવામાં જ બન્ને તરફના ફાટક અચાનક બંહ થઈ ગયા હતાં અને ઈકો કાર વચ્ચે જ અટવાઈ હતી.
દરમિયાનમાં એક સરદારજીએ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરતાં તે ઈકો ચાલકે તેમની સાથે તકરારમાં ઉતરી પડ્યોહતો. તેમજ તે સરદારજીને પણ અપશબ્દ ઉચ્ચારવા લાગ્યો હતો. બીજી તરફ કેટલાકં દ્વિચક્રિય વાહન ચાલકો પણ ફાટક બંધ હોવા છતાં તેની નીચે વાહન આડું કરી રેલવે લાઈન ક્રોસ કરી રહ્યાં હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યો હતો. નોંધનિય છે કે, રેલવે લાઈનથી ફાટક વચ્ચે મોટું અંતર વાગ્યે કાર ચાલકે કાર રિવર્સ લઈ લેતાં જાનહાની ટળી હતી. જોકે સમગ્ર ઘટનાને લઈ રેલવે વિભાગ તેમજ સ્થાનિક પોલીસે કડક કાર્યવાહી કરી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
