Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોઈ પણ આડાશ મુક્યા વિના ઉભેલાં કન્ટેનરમાં ટેમ્પો ભટકાતાં અકસ્માત : ચાલક કેબિનમાં દબાયો

Share

 

ભરૂચ નેશનલ હાઈવે પર ઝાડેશ્વર ચોકડી ઓવર બ્રિજ પર બનેલી ઘટના

Advertisement

।ભરૂચ ।

અંક્લેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શુભલક્ષ્મી સોસાયટી ખાતે રહેતાં હિંમત કેશવજી ધૂકેર ટ્રાન્સપોર્ટનો વ્યવસ સાંજના પાંચેક વાગ્યે તેમના આયશર ટેમ્પોનો ડ્રાઈવર લાલસિંગ શ્રીક્રિષ્ણા સિંહે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તે વડોદરાથી ટ્રાન્સપોર્ટનો માલ ભરીને અંક્લેશ્વર-પાનોલી જવા માટે નિકળ્યો છે. જે બાદ રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે તેમને ફોન કરીને જ ઝાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર વડોદરાથી અંકલેશ્વર જવાના રોડ પર ટ્રક કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે. ટેમ્પો પર તેમનો નંબર હોઈ તેમનો સંપર્ક કર્યો હતો.

જેથી તેઓ સ્થળ પર દોડી આવી તપાસ કરતાં એક મહારાષ્ટ્ર પાર્સિંગની ટૂંક કન્ટેનરની પાછળ તેમનો ટેમ્પો અથડાયો હતો. તેમજ તેમનો ડ્રાઈવર લાલસિંગ કેબિનમાં ફસાઈ ગયો હતો. દરમિયાનમાં કોઈએ ફોન કરી ૧૦૮ને જાણ કરતાં ટીમ દોડી આવી હતી. લોકોએ ચેનકેન પ્રકારે તેમના ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાનમાં તેમને માલુમ પડયુ હતું કે, મહારાષ્ટ્ર પાસીંગના કન્ટેઈનર ચાલકે કોઈ પણ પ્રકારના આડસ કે રિફલેક્ટર, પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના તેમજ સેફ્ટીકોન મુક્યા વિના જ આવતા જતાં વાહનોને અડચણ ધાય તે રીતે તેનું કન્ટેઈનર ઊભું રાખ્યું હતું. અરસામાં તેમના ટેમ્પો ચાલકે પણ પુરઝડપે અને ગફલતભરી રીતે ટેમ્પો હંકારી લાવી કન્ટેનરમાં અથાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ નગરનાં ફાટાતળાવથી ચાર રસ્તાનાં બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી વિપક્ષની માંગણી.

ProudOfGujarat

હવે તો હદ થઈ…દાદરા નગર હવેલીની કોલેજમાં એક જ બોયફ્રેન્ડ માટે બે પ્રેમિકાઓ વચ્ચે મારામારીઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ..

ProudOfGujarat

ઝઘડિયાના પાણેથા ગામે ખુલ્લા વાડાની જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!