Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાનાં યુનાઈટેડ વે ગરબાની ઓલિમ્પિક ગોલ્ડ મેડલીસ્ટ નિરજ ચોપરાએ લીધી મુલાકાત.

Share

ગરબો અને તે પણ વડોદરાનો ગરબો એ ગુજરાતની સમૃદ્ધ ભાતીગળ સંસ્કૃતિ અને માતૃ શક્તિની ભક્તિનો મહા મંચ છે. ગઈકાલે રાત્રે આ મહામંચ પર જ્યારે પ્રેરણા સ્ત્રોત જેવા રમતવીર અને ભાલા ફેંકમાં ઓલિમ્પિક મેડલ જીતનારા નીરજ ચોપરાનું હજારો ખેલૈયાઓની જન મેદની એ ગગનભેદી હર્ષનાદોથી અભિવાદન કર્યું ત્યારે દૂર અંતર સુધી ભાલો ફેંકીને ઓલિમ્પિક મેડલનો સફળ લક્ષ્યવેધ કરનારો આ ખેલ રત્ન ભાવાભિભૂત થઈ ગયો હતો.
યાદ રહે કે ગુજરાત રાજ્યના મહેમાન તરીકે હાલમાં નીરજ ગુજરાતની મુલાકાતે આવ્યો છે અને ગુજરાત દ્વારા પહેલીવાર યોજવામાં આવેલી નેશનલ ગેમ્સ ને પ્રોત્સાહિત કરવા વિવિધ શહેરોની મુલાકાત લઈ રહ્યો છે. આ મહા ખેલાડીને શહેરના મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આવકાર આપીને શહેરના જાણીતા ગરબા મેદાનની મુલાકાત કરાવી હતી. નીરજની ઉપસ્થિતિથી ખેલૈયાઓનો ઉમંગ બેવડાયો હતો.

આટલા ભવ્ય ગરબાને જોવાનો મારે માટે આ પ્રથમ પ્રસંગ છે એવી અનુભૂતિને વાચા આપતાં આ ખેલવીરે કહ્યું કે, એક ટોચના રમતવીર જેટલી જ ઊર્જાથી ગરબા રમતા આ ખેલૈયાઓનો ઉત્સાહ અનન્ય જણાય છે. મારા માટે આ આજીવન યાદગાર બની રહેશે. તેમણે ગુજરાત રાજ્ય દ્વારા પહેલીવાર ૩૬ મી નેશનલ ગેમ્સના આયોજનને આવકારીને જણાવ્યું કે હું તેમાં ભાગ લેનારા તમામ રમતોના રમતવીરોને આવકારું છું અને તેમને શ્રેષ્ઠ ખેલ કૌશલ્યોનું પ્રદર્શન કરવા આહવાન કરું છું. ગુજરાતના રમતવીરો ઉમદા રમે અને પોતાના રાજ્ય માટે ચંદ્રકો જીતે અને દેશને ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.

ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાએ જણાવ્યું કે ભાલા ફેન્કમાં મારી ઓલિમ્પિક સિદ્ધિ પછી ખાસ કરીને એક આશાસ્પદ રમત તરીકે રમતવીરોમાં જવેલિયન થરો તરફ કુતૂહલ અને આકર્ષણ વધ્યું છે. આપણા યુવા ખેલાડીઓ વિવિધ રમતોમાં હાલમાં વિશ્વ મંચ પર ઉત્તમ પ્રદર્શન કરી રહ્યાં છે.તેના પગલે હવે માતાપિતા પણ સંતાનોને રમવા અને રમત કારકિર્દી અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. દરેક ખેલાડી પોતાની ક્ષમતા અને કૌશલ્યોમાં વિશ્વાસ દ્રઢ કરે તો સફળતા સરળ બને છે. યુવાનો મોબાઈલના વળગણથી અંતર પાળીને આરોગ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખેલ મેદાન તરફ વળે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે લગ્નમાં નાચવા બાબતે થયેલ મારામારીમાં બચાવવા વચ્ચે પડેલાને રીસ રાખી છાતીમાં ચપ્પુ ના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો.

ProudOfGujarat

મહેમદાવાદમાં ઓનલાઇન ખરીદી કરતા શિક્ષકના ખાતામાંથી ગઠિયાએ રૂ.૧ લાખ ઉપાડી લીધા

ProudOfGujarat

ગૂગલને પણ ચઢ્યો વર્લ્ડ કપનો રંગ, શરૂઆતના દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!