Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાંથી ગુમ થયેલા 17 વર્ષીય કિશોરનો મૃતદેહ નર્મદા કિનારે મળતા ચકચાર

Share

અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય કિશોર શિવમ કુશવાહા ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલા સારંગપુર ગામના શાંતિનગર ખાતે રહેતો શિવમ કુશવાહા બે-ત્રણ દિવસ પહેલાં અચાનક ગુમ થયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેની બાઈક અને મોબાઇલ ફોન ઝાડેશ્વર સ્થિત નર્મદા નદીના કિનારા નજીકથી મળી આવ્યા હતા. જોકે, શિવમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
શોધખોળ ચાલુ હોય તે દરમિયાન કિશોરનો મૃતદેહ ઝઘડિયા તાલુકાના મઢી ઘાટ નજીક નર્મદા કિનારેથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
પ્રાથમિક દૃષ્ટિએ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ગુમ થવાની ઘટના અને મોત વચ્ચેના સંજોગોને ધ્યાનમાં રાખીને તમામ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Share

Related posts

ડોકટર્સ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફે કેક કટિંગ કરી ડોકટર્સની કામગીરી સરહાવી.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 25 માં નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી થશે

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!