Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંપનીમાં ભાડેથી રાખવાના બહાને શખ્સે લઈ ગયેલી પર લાખની ૬ કાર પરત ન કરી ઠગાઈ

Share

 

ભરૂચના સિંધોત ગામના શખ્સ સહિત ૫ જણાને લાલચ આપી ભોળવ્યા હતાં

Advertisement

। ભરૂચ !

ભરૂચ તાલુકામાં આવેલાં સિયોત ગામે રહેતાં અને મુળ ઝઘડિયાના ફુલવાડી ગામના વતની હેમંત રમેશ પટેલ ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસેથી ઘર વપરાશ માટે બે અર્ટીકા કાર હતી. દરમિયાનમાં વર્ષ ૨૦૨૫માં મે મહિનામાં તેમના મોબાઈલ પર ઓમકારસિંહ ધર્મેન્દ્રસિંહ ધરિયા નામના શખ્સે ફોન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તમારા મિત્ર પ્રવિણ મારવાડી (રહે. કુરચણ)નાએ તમારો નંબર આપ્યો છે. તમારી પાસે બે અર્ટીકા કાર છે? તેમ કહી વાતચીત શરુ કરી હતી. બાદમાં ઉમેર્યું હતું કે, તેઓ અલગ અલગ કંપનીઓમાં ઓફિસરો-સુપરવાઈઝરોને લાલવા લઈ જવા માટે ગાડીઓનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.

જો તેમની કાર કંપનીમાં મુકે તો તેમને એક કારના માસિક ૪૫ હજાર મળશે. તેમણે પહેલાં તેમની એક કાર ભાડેથી આપવા મુકી હતી. જેમાં ઓમકારસિંહે તેમને ત્રણ મહિનાના કુલ ૧.૩૫ લાખ રૂપિયા ભાડાના ચુકવ્યાં હતાં. જે બાદમાં તેમને વિશ્વાસ બેસતાં તેમણે તેમણે તેમની બીજી કાર પણ ભાડેથી ફેરવવા આપી હતી. જોકે, બાદમાં સમય જતાં તેમણે ભાડું નહીં ચુકવતાં ભાડાની માંગણી કરતાં વાયદાઓ કરવા લાગ્યો હતાં. જેથી તેમણે કાર પરત માંગતા તેણે ગાડીઓ પરત આપી દઉં છું તેમ કહી ગલ્લાતલ્લા કરી કાર પરત આવતો ન હતો. દરમિયાન તેમને માલુમ પડયું હતું કે, તેમના મિત્ર પ્રવિણ ઈશ્વર મારવાડી (રહે. કુરચણ, આમોદ) સહિત ભરૂચનાદેરોલ ગામના જાકીર હુસેન પટેલની, તેમજ અંકલેશ્વરમાં રહેતાં હરેશ મનહર પટેલ નામના શખ્સની પણ આર્ટીકા કાર તેમજ વડોદરાના તરુણ હરીશ ભગલાણીની રુમિયાન કાર પણ આ જ પ્રકારે ભાડેથી રાખી હતી. જેના રૂપિયા નહીં ચુકવી ઠગાઈ કરી હતી. ઉપરાંત તેમની ગાડીઓ પણ પરત નહીં કરતાં આખરે તેમણે કુલ ૫૨ લાખથી મત્તાની ૬ કાર બારોબાર સગેવગે કરી દીધી હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

બીએસઈ એસએમઈ કંપનીઓના મેઈનબોર્ડ પર સ્થળાંતર અને અન્ય એક્સચેન્જ(ઓ) પર સૂચિબદ્ધ કંપનીઓના ડાયરેક્ટ લિસ્ટિંગ માટે માળખાને મજબૂત બનાવે છે.

ProudOfGujarat

ભારતીય કિશાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચનાં નવા બ્રિજનાં ટોલ નાકે વાહનચાલકો સાથે ઉધ્ધત વર્તન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!