Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ગણેશ ટાઉનશીપમાં નજીવા મુદ્દે બે જણા પર પરિવારનો હુમલો

Share

એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ જણા સામે ફરિયાદ નોંધાઈ

ભરૂચ.

Advertisement

ભરૂચના લિંકરોડ પર આવેલાં ગણેશ ટાઉનશીપ ખાતે રહેતાં હિમાંશુ ધનશ્યામ પટેલ તેમની સોસાયટીના પ્રમુખ કાંતાબેન શ્રીમાળી તેમજ કમિટીના સભ્યો ફુલાલ કરાડે, અજય ભાટીયા તેમજ પ્રકાશ પરમાર હોળી-ધૂળેટીના તહેવારની તૈયારી કરવા માટે સોસાયટીના કોમન પ્લોટમાં ભેગા થયાં હતાં.

દરમિયાનમાં સોસાયટીની ઓફીસ પાસેની પાણીની ટાંકી લિકેજ હોય તે બાબતે સોસાયટીના વોચમેનના પત્ની અમૃતાબેને તેમને જણાવ્યું હતું કે, બે અઠવાડિયા પહેલાં સોસાયટીના છોકરા ક્રિકેટ રમતાં હોઈ બોલ ઓફિસની લોબીમાં જતાં એક છોકરો પાણીની પાઈપ પર ચઢી બોલ લેવા જતાં પાઈપ તુટી હોવાનું જણાવતાં તેમણે તે છોકરાઓ બાબતે તપાસ કરતાં સોસાયટીમાં રહેતાં નિશીલ મોદીથી પાઈપ તુટયો હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રીના પોણાદશ વાગ્યાના અરસામાંનિશીલ મોદી, તેના પિતા યોગેશભાઈને ફોન કરી કોમન પ્લોટ પર બોલાવતાં યોગેશ તેમજ તેમના પત્ની ત્યાં આવ્યાં હતાં.

તેઓ વાત કરી રહ્યા હતાં તે વેળાં નિત્રીશ મોદી, તેનો મિત્ર દેવ પટેલ ત્યાં આવ્યો હતો. તેણે ત્યા અપશબ્દો ઉચ્ચારીને ઝઘડો શરુ કરી

હિમાંશુને મારવા લાગ્યો હતો. દરમિયાનમાં અજય ભાટીયા છોડાવવા વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝડથો કરી લાકડીના સપાટો લાવીને તેઓએ

તેમના પર હુમલો કરઈ ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં કમિટીના લોકો દોડી આવી તેમને બચાવ્યાં હતાં. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીઆગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચમાં પૂર પીડિતોને કેશડોલ સહાય ચૂકવાઇ, તંત્ર દ્વારા સર્વે બાદ સહાય પક્રિયા ઝડપી શરૂ કરી

ProudOfGujarat

વડોદરામાં ગેંડા સર્કલથી ગોરવા સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયાં

ProudOfGujarat

ચોમાસામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આટલા ઉપાયો ચોક્કસથી અપનાવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!