વાંકલ :: ઉમરપાડા તાલુકાના પાંચ આંબા ગામે ઉદ્ધવહન સિંચાઈ યોજના અંતર્ગત તાપી મૈયા નવાનીર આવી પહોંચતા માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને આગેવાનોએ વધામણા કર્યા હતા.
ઉમરપાડા ના ખેડૂતો ને ઉકાઈ ડેમનું પાણી સિંચાઈ માટે મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 934 કરોડની ઉદ્દવહન સિંચાઈ યોજના મંજુર કરવામાં આવી હતી આ યોજનાનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું જેનું ટેસ્ટિંગ કરવામાં આવતા ઉમરપાડા તાલુકાના ખેડૂતોમાં ખુશીની લહેરવી આપી ગઈ છે.પાંચઆંબા ગામ ખાતે ધારાસભ્ય ગણપતસિંહવસાવા તેમજ રાજકીય આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેઓએ પૂજા આરતી કરી નવા
નીર ના વધામણા કર્યા હતા આ પ્રસંગે યોજાયેલા એક સમારંભમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે 800 ફૂટની ઊઁચાઈ ઉપર આવેલા ઉમરપાડા તાલુકાની સિંચાઈનું પાણી આપવાનું કામ ખૂબ કપરું હતું પરંતુ સરકારે મક્કમ નિર્ણય કરી આ યોજના આદિવાસી ખેડૂતોના હિતમાં સાકાર કરી છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ વનબંધુ યોજના અમલમાં મૂકી ત્યારથી આદિવાસી સમાજ ને મોટો ફાયદો થયો ભવિષ્યની પેઢીને આપણે સુખ સમૃદ્ધિ ભર્યું જીવન આ યોજનાથી આપી શકીશું વધુમાં તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આંકરા પ્રહારો કર્યા હતા ઉદ્ધવહન સિંચાઈયોજનાના પાઇપોમાં માત્ર હવા આવશે પાણી નહીં આવે તેવી વાત વિપક્ષો કરતા હતા પરંતુ આજે ઉમરપાડા નો ખેડૂત ખુશ
ખુશાલ છે
પાંચ આંબા ખાતે 934 કરોડની ઉદ્ધવહન સિંચાઇ યોજનાનું સફળ ટેસ્ટિંગ કરાયું
Advertisement
