નર્સિંગ ક્ષેત્રે સંશોધન માટે ઉકા તરસાડિયા યુનિવર્સિટીએ ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજી નર્સિંગમાં ડોક્ટરેટ એનાયત કરી
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બારડોલી (બાબેન) ગામની વતની તથા હાલ વાંકલ નિવાસી હિરલ હિતેશકુમાર પંચાલે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે હિરલ પંચાલે “A Study to Assess the Effect of Nurse Led Intervention on Health of Postnatal Mother and Her Baby Following Mother Baby Separation in Selected Hospitals of Surat District, Gujarat – Mixed Method Research” વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. આ સંશોધનને ઉકા તરસાડિયા યુનિવર્સિટીએ માન્ય રાખતા તેમને ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજી નર્સિંગ વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રદાન કરવામાં આવી છે. તેમણે આ મહાશોધ નિબંધ મણિબા ભૂલા નર્સિંગ કોલેજના ડૉ. રાની શેટ્ટીના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. હિરલ પંચાલની આ સિદ્ધિને લઈ પરિવારજનો, સ્નેહીઓ તથા ગામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે અને તેમને શુભેચ્છાઓ મળી રહી છે.
