Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં ધામધૂમથી ધુળેટી પર્વની ઉજવણી : વાંકલ ગામે આનંદમય માહોલ, નવાપુરથી આવેલા ઘરૈયા આકર્ષણનું કેન્દ્ર બન્યા

Share

માંગરોળ તાલુકામાં ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના અનેક ગામોમાં લોકો રંગો સાથે ઉત્સાહભેર ધુળેટી પર્વ ઉજવતા જોવા મળ્યા હતા.
વાંકલ ગામે પણ આનંદ અને ઉત્સાહભેર ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં નાના બાળકો થી લઈને યુવાનો સુધી સૌએ એકબીજા પર રંગો ઉડાડી પર્વની મજા માણી હતી. હાલ શાળાઓમાં પરીક્ષાઓ ચાલુ હોવા છતાં નાના ભૂલકાઓ ધુળેટીના રંગોમાં રંગાઈ ખુશી વ્યક્ત કરતા નજરે પડ્યા હતા.  આ પ્રસંગે નવાપુરથી ફાગ ઉઘરાવવા આવેલા ઘરૈયા વાંકલ ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમના પરંપરાગત વેશભૂષા અને લોકરીતિઓને જોવા ગામલોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.  ધુળેટી પર્વને લઈને સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો.

Share

Related posts

ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી માટે ૩૫ ઉમેદવારી પત્રો ભરાયા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપાટ નજીક ખાડીમાં ડુબી જતા યુવકનું મોત.

ProudOfGujarat

નર્મદા જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ઇનરેકા સંસ્થાન – દેડીયાપાડા ખાતે યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!