Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ઇનરેકા સંસ્થાન – દેડીયાપાડા ખાતે યોજાશે

Share

તા.૨૧મી જૂને નર્મદા જિલ્લા કક્ષાનો ૯ મો “વિશ્વ યોગ દિવસ” દેડીયાપાડા તાલુકાના ટીંબાપાડા સ્થિત ઇનરેકા સંસ્થાન ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના માન.રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં સવારે ૬:૦૦ કલાકે ઉજવણી કરવામાં આવનાર છે.

નર્મદા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે બે આઈકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થાન – દેડીયાપાડાની પસંદગી કરવામાં આવી છે. તેને સમાંતર તાલુકા અને નગરપાલિકાના કક્ષાએ અને શાળા – કોલેજમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. દેડીયાપાડા ખાતે જિલ્લાકક્ષાની ઉજવણીના યોજાનારા કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ ચૈતરભાઇ વસાવા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લા વહિવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનશે એ માટે સંસ્થાના વડા ડૉ. વિનોદ કૌશિક અને તેમની ટીમે તડામાર તૈયારી કરી સુંદર આયોજન કર્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પગલે ઝધડીયાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતો માર્ગ બંધ થવાથી રાજપારડીનાં પી.એસ.આઇ. ની પ્રસંશનીય કામગીરી.

ProudOfGujarat

ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી ભરૂચ પોલિટેકનીક કોલેજ ખાતે યોજાનાર હોવાથી રૂટ ડાયવર્ટ અપાયું.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિદેશી દારૂની રેલમછેલ, દહેજનાં લખી ગામ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!