Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની માધવ ઈન્ડસ્ટ્રીઝમાંથી ૨.૬૬ લાખના સામાનની ચોરી

Share

રાત્રીના સમયગાળામાં તસ્કરો કંપની સંકુલમાં હાથફેરો કરી ગયાં

ભરૂચ .

Advertisement

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી અપના ઘર સોસાયટીમાં રહેતં દિપેન હર્ષદ સોની દહેજની માધવ ઈન્ડસ્ટ્રીઝમાં એચ. આર. મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમાં હાલમાં પ્લાન્ટના ફેબ્રીકેશન તેમજ બાંધકામ ચાલુ હોવાથી અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કામ આપેલું છે. જેના પગલે તેમની માધવ ઈન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા રેતી, સિમેન્ટ, ઈંટ, ઈલેક્ટ્રીક કેબલો તેમજ લોખંડન સહિતનો સામાન ખરીદી કરી કંપાઉન્ડમાં જ ખુલ્લી જગ્યામાં મટિરીયલ રાખ્યો છે.

દરમિયાનમાં ગત ૧૦મી માર્ચે તેઓ કંપનીમાં કામ કરી રહ્યાં હતાં. તે વેળાં સીમા ફેબ્રિકેશનના શાહજમાલ અબુબકર ખાને તેમની પાસે જણાવ્યું હતું કે, તેમના માણસો ગત રાત્રીએ તેઓ અને તેમના માણસો રૂમ પર જવા નિકળ્યા ત્યારે તેમના સ્ટોકની જગ્યાએ સામાન સહિસલામત હતો. જોકે, સવારે આવીને જોતાં કોન્ટ્રાક્ટના માણસોની કેન્ટીનની બાજુમાં રાખેલો સામાન ઓછો હોવાનું જણાયું હતું. જેથી તેમણે તપાસ કરતાં તેમાંથી 99 હજારની મત્તાના 4 ઇન્ચના 66 એસએસ ફલેન્જ, 40 હજારના 6 ઈન્ચના 16 એસએસ ફલેન્જ, 52 હજારના 4 ઈન્ચના એસએસના 8 પાઈપ, 12 હજારના 4 મીટર એસએસ ચેનલ, 7 હજારના 50 મીટર વેલ્ડીંગ કેબલ, 52 હજારના રેડ્યુસ સાથેના 13 બેન્ડ મળી કુલ 2.66 લાખથી વધુની મત્તાના સામાનની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતુ. તેમણે આસપાસમાં તપાસ કરવા સાથે કર્મચારીઓની પણ પુછપરછ કરી હતી. જોકે, તસ્કરોની વિગતો નહીં મળતાં ટીમે આખરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા.

ProudOfGujarat

ડેડીયાપાડા વિસ્તારના પાસાના કામે નાસતો ફરતો આરોપીને સુરત ખાતેથી ઝડપાયો.

ProudOfGujarat

હાલોલ : પાવાગઢ મંદિરે ૫૦૦ વર્ષ પછી ધજા ચઢાવાઈ, પી.એમ મોદી રહ્યા હાજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!