Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નિવૃત્તને ડિઝીટલ એરેસ્ટ કરી ધમકાવી ૫૮ લાખની ઠગાઈ

Share

તમારા નામે સીમ કાર્ડ ખરીધુ, એકાઉન્ટ ખોલી મની લોન્ડ્રીંગ કર્યાની ધમકી આપી

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલી જીલ્લા પંચાયત કોલોની ખાતે રહેતાં કાંતિલાલ એમ. પટેલ ગત ૧૮મી ફેબ્રુઆરીએ એક શખ્સે ફોન કરી પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું અને તે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડીયામાં ફરજ બજાવતાં હોવાનું જણાવ્યું હતું. હિન્દીભાષામાં તેણે જણાવ્યું હતું કે, તમારા આધારકાર્ડથી સીમ કાર્ડ લેવાયું છે. જેનો ઉપયોગ લોકોને હેરાન કરવામાં થઈ રહ્યો છે. દરમિયાનમાં શખ્સે વોઈસ કોલને વિડીયો કોલમાં ફેરવી દીધો હતો. જોકે તેમાં કોઈ દેખાતું ન હતુ. સામેથી ફોન કરનારે પોતે આઈપીએસ વિજય ખન્ના, સાયબર ક્રાઈમ ડીપાર્ટમેન્ટ, મુંબઈ ખાતેથી બોલતાં હોવાનું જણાવી તેમને ધમકાવાનું શરૂ કર્યું હતું.

જેમાં તેમણે તેમના નામે કેનેરા બેન્કમાં એકાઉન્ટ ખોલાવી તેમાં ૨ કરોડના ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું અને તેના બદલમાં નરેશ ગયેલે તેમને ૨૫ લાખ આપ્યાં હોવાનું જણાવ્યું હતું. તેઓ ગભરાઈ જતાં તેમણે તમે મારા પિતા સમાન છો ભરૂચ શહેરમાં તમારૂ સારું નામ છે પોલીસ તમારા ઘરે મોકલી તમારુ નામ ખરાબ કરવા નથી માંગતા તેમ કહી તેમને આશ્વાસન આપ્યું હતું. બાદમાં તેમને તમારે કેસમાંથી બહાર નિકળવું હોય તો તમારા નામે રહેલાં તમામ એસેટ્સ વેરીફિકેશન કરાવવા પડશે તે જણાવી તે માટે અરજી આપવા જણાવ્યું હતું. જે અરજીનો ફોટો તેમણે મંગાવ્યાં બાદ ફોન પર વિડીયો કોલ ચાલુ રખાવી તેમની સાથે વાતચિત ચાલં રાખી હતી. દરમિયાનમાં વિજય ખન્નાએ તેમનો ફોન ચાલું રાખી તેમનો કેસ તાત્કાલિક કોર્ટમાં મોકલાવ્યાનું જણાવ્યું હતું. જે બાદ ચાલુ વિડીયોકોલમાં તેઓએ કોર્ટમાં ગયાં હતાં. જ્યાં એક જજ સાતે તેમણે કેસની વિગતો આપતાં અદાલતે તેમના તમામ એસેટની તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો હુકમ કર્યો હોય તેમ વિડીયોકોલમાં દેખાયું હતું. જેથી તેઓ ગભરાઈ ગયાં હતાં.

બાદમાં તેમણે તેમના મ્યુચલ ફંડ, ફિક્સ ડિપોઝીટ તેમજ બેન્ક એકાઉન્ટની બેલેન્સ સહિતની વિગતો મેળવી હતી. જે બાદ તેમને તમામ રકમ એક એકાઉન્ટમાં જમા કરવા કહેતો તેમણે તમામ રકમ એક એકાઉન્ટમાં કરી હતી. બાદમાં તે રકમ તેના જણાવ્યાનુંસાર એકાઉન્ટમાં જમા કરાવડાવી હતી. જે કોર્ટે આપેલાં સમય બાદ પરત તેમના એકાઉન્ટમાં આવી જશે તેમ જણાવ્યું હતું. તેમણે તેમ કરી કુલ ૫૮ લાખ તેમના કહ્યા મુજબના એકાઉન્ટમાં જમા કરાવી દીધાં હતાં. બાદમાં તેમના એક પરીચિત સાથે વાત થતાં  તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં તેમણે આખરે ભરૂચ સાયબર ક્રાઈમ બાન્ચમાં ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક થી ચાર જેટલા આઇસર ટેમ્પો માં ૪૫ જેટલા પશુઓ વહન કરી લઇ જતા ૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી…….

ProudOfGujarat

ભરૂચ નગરમાં આજથી પાસપોર્ટ મળશે ઘર આંગણે : આજથી અમદાવાદ તથા વડોદરાના ધક્કા પૂરા

ProudOfGujarat

દહેજ નજીક લખીગામ ખાતે દેવદર્શન કરી બાઈક પર ઘરે જતાં વૃદ્ધનું ઈકો કારની ટક્કરે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!