Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલના ગામીત ફળિયામાંથી કોબ્રા નાગનું રેસ્ક્યુ, વન વિભાગે સુરક્ષિત રીતે પકડ્યો

Share


માંગરોળ તાલુકાના વાંકલ ગામના ગામીત ફળિયામાંથી ઝેરી કોબ્રા નાગ મળી આવતા વિસ્તારમાં થોડીવાર માટે દહેશતનો માહોલ સર્જાયો હતો. વાંકલના જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ વાંકલના ગામીત ફળિયામાં રહેતા સંગીતાબેન ગામીતના ઘરમાં જલાઉ લાકડામાં કોબ્રા નાગ છુપાયો હોવાનું જણાતા પરિવારમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગના આરએફઓ હિરેન પટેલને જાણ કરવામાં આવી હતી.

Advertisement

જાણ થતાં વાંકલ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી સાવચેતીપૂર્વક કામગીરી કરી જલાઉ લાકડામાંથી ઝેરી કોબ્રા નાગને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં વન વિભાગની ટીમે પકડાયેલા કોબ્રા નાગને તેના કુદરતી નિવાસસ્થાન એવા જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.


Share

Related posts

વિશ્વમાં કોરોના ફેલાવવા અંગે ચીનને જવાબદાર ઠેરવી આજે કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા ભરૂચ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

શ્રાવણ માસમાં વલસાડ જિલ્લાના નામધા ગામે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે હર હર મહાદેવના નાદ..

ProudOfGujarat

ફારુક કબીરની જાસૂસી થ્રિલર ‘સલાકાર’ માં મૌની રોયનો ફર્સ્ટ લુક રિલીઝ સલાકાર ફર્સ્ટ લુક: ફારુક કબીરના આગામી દિગ્દર્શનમાં મૌની રોય એક તીક્ષ્ણ બુદ્ધિશાળી જાસૂસની ભૂમિકા ભજવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!