Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં 16463 કેસોનો નિકાલ, ₹22.33 કરોડનું સમાધાન

Share

 

પ્રિ-લીટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલા સમાધાન માટેનો પ્રયાસ

Advertisement

ભરૂચ.

નાલ્સા દ્વારા આદેશીત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026 ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનુની સેવા સત્તા સમિતિ ભરુચ, અંકલેશ્વર, ઝગડીયા, નેત્રંગ, વાલીયા, વાગરા, આમોદ, જબુસર, અને હાંસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ.

ભરુચ જિલ્લા ન્યાયલય ખાતે તમામ ન્યાયધિશ, ભરુચ બાર એસોસીયેશનના વકિલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારીની હાજરીમાં ભરુચના મુખ્ય જિલ્લા ન્યાયધિશ આર.કે. દેસાઈના હસ્તે દિપ પ્રજવલીત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી.

લોક અદાલતમાં પ્રિ-લીટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેંડીંગ કેસો જેમાં -મોટર અકસ્માત, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138, ફેમીલી મેટર્સ, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમીનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજુર તકરારના દાવા વિગેરે કેસો મુકાયા હતા.

ભરુચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 29000 થી વધુ કેસો, પ્રિલિટીગેશનના 10000 થી વધુ કેસો તેમજ ટ્રાફીક ચલણના 10000 થી વધુ કેસો મુકવામાં આવેલા. કુલે 16463 કેસોનો નિકાલ સાથે રૂપિયા 22 કરોડ 31 લાખ 1632 રૂપિયાનું સમધાન થયું હતું. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનો કાયમી નિકાલ આવ્યો હતો.

લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધિશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ તેમજ પક્ષકરોનો જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને પુર્ણકાલીન સચિવ અને DLSA ટીમએ આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

નેત્રંગ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ગરમ વસ્ત્રોનું કરાયું વિતરણ

ProudOfGujarat

ભરૂચમાં પશુઓને ડબ્બે પુરવા નગરપાલિકા તંત્ર સમક્ષ સામાજિક કાર્યકરની રજૂઆત

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ રિસ્ક મેનેજમેન્ટને આગના જોખમોને ટાળવા માટે આઈઓટી- સક્ષમ સિસ્ટમ માટે પેટન્ટ પ્રાપ્ત થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!