Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળકી સાથે દુષ્કર્મ, બે આરોપી ઝડપાયા

Share

સગીરાને ઘરેથી ભગાવી લઈ જઈ દુષ્કર્મ આચરાયું; અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો
ભરૂચ.
કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સગીરવયની બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની માહિતી મળતા કાવી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી સહિત બે વ્યક્તિઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી જેલ હવાલે કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આશરે 17 વર્ષીય સગીરવયની દીકરીને સચિન કુમાર ગીરીશભાઈ ઠાકોર (ઉ.વ. 22) નામના નરાધમે ઘરેથી ભગાવી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં તેની મદદ કરનાર જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની પણ સંડોવણી સામે આવતા કાવી પોલીસે તેની પણ ધરપકડ કરી છે.
આ સમગ્ર બનાવ અંગે પીડિતાના પરિવારજનો દ્વારા કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે દુષ્કર્મ, અપહરણ તેમજ પોસ્કો અધિનિયમ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
કાવી પોલીસે બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ છે.

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ વિસ્તારનાં 3 ડેમ ઓવરફલો થતાં આજુબાજુનાં ગામોને સાવચેત કરાયાં.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે સેનામાંથી ફરજ બજાવી ઘરે આવેલ જવાનનું ગ્રામજનોએ સ્વાગત કર્યુ.

ProudOfGujarat

શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત નવનિર્માણિત થઈ રહેલ જીએસ કુમાર વિદ્યાલયના ઉદ્ઘાટન માટે કોરિયોગ્રાફર બોલાવી વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની ટ્રેડિંગ આપવામાં આવી રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!