Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDC વિસ્તારમાં દેશી તમંચા સાથે બે શખ્સ ઝડપાયા

Share

 

પોલીસે એક તમંચો, ચાર જીવતા કારતૂસ અને મોબાઇલ ફોન જપ્ત કર્યો

Advertisement

ભરૂચ.

અંકલેશ્વર GIDC પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને દેશી બનાવટના હથિયાર સાથે ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી બનાવટનો તમંચો, ચાર જીવતા કારતૂસ તથા એક મોબાઇલ ફોન કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસને મળેલી બાતમીના આધારે સારંગપુર ગામના આદીનાથ પ્લોટ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન પંકજ સરફેવ મંડલ અને શિવનંદન દિલીપ મંડલ નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, ચાર જીવતા કારતૂસ તેમજ એક મોબાઇલ ફોન મળી આવતા પોલીસે તેને જપ્ત કરી લીધો હતો. આ મામલે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આરોપીઓ સામે આર્મ્સ એક્ટ તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. આ સમગ્ર કામગીરીમાં પી.એસ.આઈ. આર.એચ. જાડેજા અને તેમની ટીમના અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


Share

Related posts

લીંબડી હાઇવે સર્કલ પર ડમ્પર ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના બોરભાઠા બેટમાં વિધવા મહિલા બહેનના ઘરે સુવા ગઈ અને તસ્કરોએ મચાવ્યો તરખાટ

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પરચાલકની બેદરકારીના કારણે ડીજીવીસીએલના આઠ વીજપોલ તૂટી પડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!