Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ખનિજમાફિયાઓ બેફામ : કલેક્ટર કચેરી પાસેથી રાત્રીના સમયે સીઝ કરેલી ગાડી ઉઠાવી ગયાં

Share

 

ડમ્પરમાં ભરેલી માટી અન્યત્ર સ્થળે ખાલી કરી પરત મુકી ગયાં

Advertisement

કાળા કલરની ક્રેટા કારમાં ખનિજ માફિયાઓએ આવી કારસો રચ્યો

 

ભરૂચ ખાણ ખનિજ વિભાગ દ્વારા શહેર જિલ્લામાં ચેકિંગ વેળાં ઓવરલોડ કે રોયલ્ટી પાસ વિના માટીનું વહન કરતાં ડમ્પર-ટ્રક સહિતના વાહનો ઝડપી પાડયા બાદ અલગ અલગ સ્થળે તેને સીઝ કરી પાર્ક કરી દેવાય છે. જે બાદ ખાણ ખનિજ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલાં ચોક્કસ દંડની ભરપાઈ કર્યા બાદ તે વાહનો લઈ જઈ શકાય છે. જોકે, ભરૂચમાં ગત રાત્રીના સમયે ખનિજ માફિયાઓએ કાયદો-વ્યવસ્થાને નેવે મુકી પોતાની દબંગાઈ સાબિત કરી હતી.

જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા તાજેતરમાં માટી ભરેલું એક ડમ્પર ઝડપી પાડયું હતું. જેની સામે કાર્યવાહી કરી હોઈ ટીમે કલેક્ટર કચેરી પાસે તે ડમ્પર અન્ય સીઝ કરાયેલાં ડમ્પરો સાથે પાર્ક કર્યું હતું. દરમિયાનમાં રાત્રીના સમયે એક કાળા કલરની ક્રેટા કારમાં કેટલાંક માથાભારે ખનિજ માફિયાઓએ આવી સિઝ કરેલું માટી ભરેલું ડમ્પર કોઈને પણ જાણ કર્યા વિના બિન્દાસ્ત પણે લઈ ગયાં હતાં. આપ પ્રાઉડ ઓફ ગુજરાત વેબ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. જે બાદ તેમણે શહેરમાં જ એક સ્થળે માટી ખાલી કર્યા બાદ તે ડમ્પર પરત જે તે સ્થળે મુકી દીધું હતું. સમગ્ર ઘટના એક જાગૃત નાગરિકે જોતાં તેમણે ઘટના અંગે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને જાણ કરતાં મોડેથી તેઓ સ્થળ પર પહોંચ્યાં હતાં. તેમણે તેમના ઓન લાઈન સોફ્ટવેરમાં તપાસ કરતાં જે તે ડમ્પરનો દંડ હજી ભરાયો ન હતો.

તેમજ તેને કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. તેમ છતાં પણ તે ડમ્પર ત્યાંથી લઈ જવાયું હતું. જેથી સમગ્ર મામલાને લઈને તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાની કેફિયત રજૂ કરી હતી. જોકે, નોંધવું રહ્યું હતુંકે, ખનિજ માફિયાઓ આ રીતે વાહન લઈ જતાં હોવાની ઘટના એક જાગૃત નાગરિકે જોયા બાદ સામે આવી હતી. ત્યારે ભુતકાળમાં પણ આવી ઘટના બની હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી.આપ પ્રાઉડ ઓફ ગુજરાત વેબ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. ખનિજ માફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓનું કુણું વલણ હોવાને કારણે જ ખનિજ માફિયાઓ આટલાં બિન્દાસ્ત થઈ ગયાં હોવાનું અને કાયદો ધોળીને પી ગયાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

ભરૂચ : આમોદ તાલુકાના માનસિંગપુરા ગામે મગરનાં ત્રાસથી ગ્રામજનો પરેશાન

ProudOfGujarat

માંગરોળની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : લૂંટનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!