Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં આખલા પર એસિડ ફેંકવાની ક્રૂર ઘટના, વિસ્તારમાં રોષ

Share

અંકલેશ્વર 
અંકલેશ્વર GIDC વિસ્તારમાં બબલુ મોબાઈલ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા શખ્સ દ્વારા એક નિર્દોષ આખલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અજાણ્યા વ્યક્તિએ આખલા પર એસિડ ફેંકતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્રિત થયા હતા અને પશુપ્રેમીઓએ તાત્કાલિક પશુચિકિત્સકને જાણ કરી હતી.
ડોક્ટર દ્વારા સ્થળ પર પહોંચી આખલાની સારવાર હાથ ધરવામાં આવી હતી. હાલ આખલાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને પશુપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પશુઓ પર આવી ક્રૂરતા કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Share

Related posts

રાજપીપળા એસ.ટી ડેપોમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા : પાસ કઢાવવા આવતા વિદ્યાર્થીઓ માસ્ક વગર દેખાયા.

ProudOfGujarat

સુરતના ઉધનામાં કાપડના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લગતા ફાયર વિભાગ દોડતું થયું.

ProudOfGujarat

અંકલેશ્વર- પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!