Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી GIDCમાં ખાનગી કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, એક મહિલા ઈજાગ્રસ્ત

Share

અંકલેશ્વર : 
પાનોલી GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં મંગળવારે અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગ લાગતા કંપનીમાંથી ગાઢ ધુમાડાના ગોટા આકાશમાં દૂર સુધી ફેલાતા લોકોમાં દહેશત ફેલાઈ હતી.

મળતી માહિતી મુજબ પાનોલી GIDCમાં વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલ સાથે સંકળાયેલી ચિદાકાશ એન્વિરો પ્રોજેક્ટ્સ નામની ખાનગી કંપનીમાં ટ્રાયલ બેઝ પર પ્લાન્ટ શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન જ અચાનક ધડાકો થયો હતો. બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઊઠતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. ધડાકાની તીવ્રતાના કારણે પ્લાન્ટના પતરા હવામાં ઉડી ગયા હતા.

ઘટના સમયે કંપનીમાં હાજર 30થી 40 કામદારો તાત્કાલિક બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી હતી. જોકે, એક મહિલા કામદારને પગમાં ઈજા પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Advertisement

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ, જીપીસીબી તથા ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઘટનાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ : ગુજરાત માલધારી સેનાએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચ ના ભઠિયારવાડ નજીક જુગાર રમતા ૮ જુગારીઓને પોલીસે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…..

ProudOfGujarat

મોરવા હડફ પોલીસે એક ટ્રાવેલર ગાડીને રોકીને તપાસ કરતા દારુ પકડી પાડ્યો. ચાર ઇસમોની અટક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!