Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, ૭૩૮ લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો

Share

વાંકલ (માંગરોળ):

રાજ્ય સરકાર પ્રેરિત સેવાસેતુ કાર્યક્રમ વાંકલ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં કુલ ૭૩૮ લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો.

Advertisement

કાર્યક્રમનું ઉદ્ઘાટન માંગરોળના મામલતદાર એચ.વી. ચાવડાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લવેટ આરોગ્ય કેન્દ્ર અને વેરાકુઈ આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતાં ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ કેમ્પમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય તેમજ પ્રધાનમંત્રી કિસાન યોજના સહિતની વિવિધ સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના પરિણામે ૭૩૮ જેટલા લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.

કાર્યક્રમમાં વાંકલના સરપંચ પ્રતિનિધિ ઠાકોરલાલ ચૌધરી, એસ.ટી. મોરચાના પ્રમુખ દિપક વસાવા, તાલુકા પંચાયત સભ્ય યુવરાજસિંહ સોનારીયા, ગામના ડેપ્યુટી શૈલેષ મૈસુરીયા, નાયબ મામલતદાર પંકજ ચૌધરી, આરોગ્ય કર્મચારીઓ તેમજ ICDSના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Share

Related posts

વાંકલ ગામ ના મંદિર ફળિયા માં તોતિંગ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા મકાન અને રિક્ષાનો ખુરદો બોલી ગયો.

ProudOfGujarat

વડોદરાની અન્યોન્ય બેંકમાંથી લોન લીધા બાદ ફરાર બાલાસુર પેઢીનો સંચાલક 19 વર્ષે પકડાયો

ProudOfGujarat

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો હુંકાર : ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!