Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોળી રેલવે પોલીસને ચકમો આપી દમણથી દારૂ લાવનાર કુખ્યાત બુટલેગર જીતુ ખત્રી ઝડપાયો

Share

 

। ભરૂચ ।

Advertisement

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર જીતુ ડાહ્યા ખત્રી ધોળીકુઈ બજાર પાસે આવેલાં જનતા ભાગ પાસે વિદેશીદારનો જથ્થો લઈને ઉભો છે, જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. પોલીસને જોઈને બુટલેગર જીતુ ખત્રી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે વેળાં ટીમે તેને દબોચી લીધો હતો. પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેના મિણીયા થેલામાં વિદેશીદારૂની બોટલો ભરેલી મળી આવી હતી. ટીમે દારૂનો જથ્થો તપાસતાં કુલ ૩૧ હજારની મત્તાની નાની મોટી ૯૦ બોટલો મળી આવી હતી. પોલીસે તેમની પ્રાથમિક પુછપરછ હાથ ધરતાં તેણે કબુલ કર્યું હતું કે, તે તાજેતરમાં જ દમણ કરવા માટે ગયો હતો. ત્યાથી ખર્ચો કાઢવા માટે તેણે વિદેશીદારૂ ખરીદ્યો હતો. જે બાદ વલસાડથી ટ્રેનમાં ભરૂચ રેલવે સ્ટેશને  આવ્યો હોવાની કબુલાત તેણે કરી હતી. ત્યારે નોંધવુ રહ્યું કે, ભરુચના બુટલેગરો માટે રેલવે મારફતે દારુની હેરાફેરી કરવી સૌથી સુરક્ષિત હોવાનું લાગી રહ્યું છે. બુટલેગરો દરવખત ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની ભોળી પોલીસને ચકમો આપવામાં સફળ રહે છે.  બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વાંકલ : શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “પ્રેમચંદ જયંતિ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

શું દિવાળીનાં તહેવારો બાદ માધ્યમિક શાળાઓ શરૂ થશે ? જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ એસ.ટી. ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજવામાં આવી, જાણો પરિણામ શું આવ્યું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!