Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં પાણી પુરવઠા સુદ્રઢ બનાવવા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ

Share

ભરૂચ :
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) તેમજ જિલ્લા જલ સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની હાલત, ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M), પાણીની ગુણવત્તા ચકાસણી, તેમજ નાગરિકોની ફરિયાદોના નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

તે ઉપરાંત સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)  હેઠળ ચાલી રહેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. શાળા અને આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા, FTK કિટ દ્વારા પાણી પરીક્ષણ અને ગતિશીલ પ્રોજેક્ટોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રીએ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી કે જિલ્લામાં કોઈપણ નાગરિકને પીવાના પાણી બાબતે તકલીફ ન રહે તે માટે સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવે. સાથે જ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર 1916 નો વ્યાપક પ્રચાર કરવામાં આવે તે માટે આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પાણી પુરવઠા અધિકારી, વાસ્મોના યુનિટ મેનેજર તેમજ આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ઇલેકટોરલ લિટરેસી ક્લબ દ્વારા મતદાન જાગૃતિ રેલી અને સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરાયું.

ProudOfGujarat

હાંસોટ પ્રોજેક્ટ સાહસ અંતર્ગત હાંસોટમાં જન્મજાત હૃદય રોગવાળા બાળકોની વિનામૂલ્યે સર્જરી કરાઇ.

ProudOfGujarat

આજે દેશમાં 15 માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી, જાણો શું હોય છે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!