Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા તાલુકામાં ક્વોરી ખાણમાં પડતા અજાણ્યા પુરુષનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Share

વાંકલ નજીકના ઉમરપાડા તાલુકો વિસ્તારમાં આવેલ વૈભવરાજ સ્ટોન ક્વોરીની ખાણ પાસે એક દુર્ઘટનામાં અજાણ્યા પુરુષનું મોત થયાની ઘટના સામે આવી છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ આશરે 40થી 41 વર્ષના અજાણ્યા પુરુષ પગપાળા જતા હતા, ત્યારે અચાનક ક્વોરીની ઊંડી ખાણમાં પડી ગયા હતા. ઘટનાના પગલે તેમના માથા તથા ખોપરીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. શરીરે અન્ય ભાગોમાં પણ ઇજાઓ થતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

Advertisement

મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. તેઓ મધ્યમ બાંધાના, ઘઉં વર્ણના અને અંદાજે 5 ફૂટ 6 ઈંચ ઊંચાઈ ધરાવતા હોવાનું વર્ણન છે. મૃતકના શરીરે સફેદ-ભૂરા રંગનો ચેક્સવાળો શર્ટ તથા આછા કાળા રંગની પેન્ટ પહેરેલી હતી.

આ બનાવ અંગે કરસનભાઈ દેવાભાઈ ડાંગરે ઉમરપાડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ મુજબ આ દુર્ઘટના હોવાનું અનુમાન છે, પરંતુ પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અજાણ્યા પુરુષની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર મામલે વધુ તપાસ મનહરભાઈ અને અરવિંદભાઈ દ્વારા ચાલી રહી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં 12 ગૌશાળા/પાંજરાપોળનાં 2743 પશુઓ માટે રૂ.20,57,250/- ગ્રાન્ટની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

નડિયાદ : નરસંડા ચોકડી પાસેથી પોલીસે ૪૨.૬૨ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી

ProudOfGujarat

નિયમોમાં ફેરફાર સાથે આવતીકાલથી શરૂ થશે દૂંદાળા દેવનો તહેવાર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!