Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ચૂંટણી તૈયારીઓ તેજ :જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક

Share

ભરૂચ :


આગામી 26 એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીનો દોર તેજ બનાવાયો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણા ના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Advertisement

બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ કામગીરી કરવી અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે તમામ નોડલ અધિકારીઓને પરસ્પર સંકલન જાળવી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા વિશેષ ભાર મુકાયો હતો. સાથે સાથે ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યત્વે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પરની સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈ.ટી. કામગીરી, SVEEP હેઠળ મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન, એસએમએસ મોનીટરીંગ, પોલિંગ સ્ટાફ માટે વેલ્ફેર સુવિધાઓ, તાલીમ આયોજન, સાયબર સિક્યુરિટી તથા વેબકાસ્ટિંગ/વિડિયોગ્રાફી જેવા મુદ્દાઓ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા તંત્રએ તમામ વિભાગોને સુમેળભર્યું સંકલન જાળવી ચૂંટણી પ્રક્રિયા સફળ બનાવવા અનુરોધ કર્યો છે.


Share

Related posts

અમદાવાદ-2 મહિનાની બાળકીનો અપહરણ બાદ છુટકારો-સરદારનગર પોલીસે 2 કલાકમાં જ ગુનો ડિટેક્ટ કર્યો…..

ProudOfGujarat

ભરૂચમાં કષ્ટભંજન દાદાના આમંત્રણ રથનું જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં સુવા ગામ ખાતેથી 11 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!