Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી: ઉમેદવારી ફોર્મોની ચકાસણી પૂર્ણ

Share

 

વાંકલ :: આગામી તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને માંગરોળ ખાતે ઉમેદવારી ફોર્મોની ચકાસણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

Advertisement

સુરત જિલ્લા પંચાયત હેઠળની નાની નરોલી, માંગરોળ, પીપોદરા, કોસંબા અને ઝંખવાવ બેઠકો માટે કુલ 15 ઉમેદવારી ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે માંગરોળ તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે કુલ 77 જેટલા ઉમેદવારી ફોર્મોને મંજૂરી આપવામાં આવી છે.

આ ચકાસણી પ્રક્રિયા માંગરોળ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી એચ.ડી. કાછડ, મામલતદાર એચ.વી. ચાવડા, ટીડીઓ હરદીપસિંહ ઘરીયા, નાયબ મામલતદાર હરપાલસિંહ બારડ અને પંકજ ચૌધરી સહિતના અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં ઉમેદવારોની હાજરીમાં હાથ ધરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આગામી તા. 15 એપ્રિલ, 2026 (બુધવાર)ના રોજ બપોરે 2:00 વાગ્યે વાંકલ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને ઝોનલ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


Share

Related posts

અંકલેશ્વર : અંદાડા ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી ડી.એસ શાખ દ્વારા પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

ProudOfGujarat

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!