Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ ગામે બુટલેગરની કારથી અકસ્માત, કહેવા જતાં દંપતિ પર હુમલો

Share

દહેજ પોલીસ મથકે બુટલેગર પિતા-પુત્ર સહિત ચાર સામે ફરિયાદ

ભરૂચ.

Advertisement

દહેજના પરમાર કળિયા વિસ્તારમાં રહેતાં ધવલસિંહ દેવેન્દ્રસિંહ પરમાર ગઈકાલે સવારે કોસંબા ખાતે આવેલી તેમની સાસરીમાં તેમની પત્નીને લેવા ગયો હતાં. તેઓ તેમની કારમાં સાંજે પરત આવી રહ્યાં હતાં. તે વેળાં દહેજ ગ્રામ પંચાયતની સામે રોડ પરથી પસાર થતી વેળાં તેની કારને પાછળથી એક ઈકો કારના ચાલકે ટક્કર મારતાં તેમણે બહાર નિકળી જોતાં ગામમાં જ રહેતો ભાવેશ ઉર્ફે ભાવો દિનેશ મકવાણાએ અકસ્માત કર્યાનું માલુમ પડતાં તેમણે તેને ઠપકો આપતાં ભાવેશ ઉર્ફે ભાવો એ તેમને અપશબ્દો ઉચ્ચાર્યા હતાં.

અરસામાં તેની સાથે ઈકોમાં બેસેલાં વિષ્ણુ બુધા રાઠોડ તેમજ આતિષ નામના યુવાને પણ ઈકોમાંથી લાકડાનો ઠંડો કાઢી ત્યાં દોડી આવ્યાં હતાં. તેઓએ મળી દંપતિને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાનમાં તેમનું ઉપરાણું લઈ ભાવેશના પિતા દિનેશ બકોર મકવાણાએ ત્યાં દોડી આવી તેમણે પણ તેમનું ગળું પકડી માર માર્યો હતો. આસપાસના લોકોએ દોડી આવી દંપતિને ભગાવી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં, ચારેય હુમલાખોરો નશાની હાલતમાં હોવાથી તેમની સાથે ઝઘડો કર્યાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવર્તાપોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યોહતો.

સાંજે અકસ્માત કરનાર કારમાંથી રાત્રે દારૂ ઝડપાયો

દહેજના ગામ પંચાયત રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ કાર ચાલક અને તેને સાથીઓ ફરાર થઈ ગયા હતાં. અકસ્માત સર્જનારાઓને શોધવાની કરવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં દહજ-આમોદ ચોકડી પરથી સફેદ ઈકો કારમાં દેશીદારૂના જથ્થાની હેરસદેરી ધઈથવાની હોવાની ચોક્કસ બાતમી હતી. જેના પગલે ટીમે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી. ટીમે કારમાંથી ૪૩ હજારથી વધુની મત્તાનો દેશીદારૂ તેમજ ઈકોકારમળી કુલ ૪.૪૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.


Share

Related posts

સુરત કામરેજ ખાતેથી ઝડપાયેલી 25.80 કરોડની નકલી નોટ મામલે મોટો ખુલાસો.

ProudOfGujarat

સુરતમાં સરકારી અનાજનું કૌભાંડ, હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો, મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ

ProudOfGujarat

વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે સિહોર પ્રાંત ઓફિસ ખાતે મળેલી બેઠક..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!