Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થશે: ૧૫ એપ્રિલ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ,

Share

ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા દબાણના દોર

 

Advertisement

ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બુધવારે ૧૫ એપ્રિલના રોજ મહત્વનો સાબિત થશે. ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હોઈ કોર્મ પરત ખેંચાતાં ક્યાં ક્યાં પક્ષના કેટલાં ઉમેદારો વચ્ચે જંગ ખેલાશે તેની સ્પષ્ટતા થશે. કોર્મ ચકાસણી બાદ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૧૨૪ ફોર્મ રદ થયાં છે અને ૫૧૮ ફોર્મ મંજુર રખાયાં છે. બીજી તરફ જિલ્લા પંચાયતમાં ૩૭ ફોર્મ રદ થતાં ૧૧૬ હરીફ ઉમેદવારો અને નગરપાલિકામાં ૪૦ કોર્મ રદ થતાં ૩૭૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકિય પક્ષો ભારે સતર્ક બન્યાં છે. બુધવારે એટલે કે ૧૫મી એપ્રિલ કોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોઈ કેટલાંક રાજકિય પક્ષો દ્વારા અંદરોઅંદર વિરોધી ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે દાબ-દબાણ, લાલચ આપવાનું શરૂ થઈ ગયું હોવાનું રાજકિય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મંગળવારની રાત રાજકિય પક્ષો માટે કતલની રાત રસમાન રહેશે. પોતાના ઉમેદવારોને કોઈ રીતે ફોર્મ પરત ખેંચવા માટે પ્રલોભિત કે ભયભિત ન કરાય તે માટે મોટા નેતાઓએ પણ પોતાની બાજ નજર રાખવા સાથે જે ઉમેદવાર પર પ્રેશર પ્રેક્ટિસ કરવામાં આવે તેવી શક્યતાંઓ વધુ જણાય તેવા ઉમેદવારોને ત્યાં ખાસ સુરક્ષા કવચ ગોઠવી દેવાયાં હોવાનું રાજકિય સુત્રોએ જણાવ્યું છે.

ભરૂચમાં જિલ્લા પંચાયતની ૩૪ તેમજ ૪ નગરપાલિકાની ૧૩૨ બેઠકો અને ૯ તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૧૫૩ ફોર્મ ભરાયાં હતાં. જે પૈકી ૩૭ રદ થતાં ૧૧૪ ઉમેદવારો મેદાનમાં ઉતરશે. તેજ રીતે જિલ્લાની ૪ નગરપાલિકાઓમાં કુલ ૧૩૨ બેઠકો માટે ૪૧૯ ફોર્મ ભરાયાં હતાં. જેમાંથી ૪૦ રદ થતાં ૩૭૯ ઉમેદવારોના ફોર્મ મંજૂર રખાયાં છે. જ્યારે તાલુકા પંચાયતમાં ૧૮૨ બેઠક માટે ૬૪૨ કોર્મ ભરાયાં હતાં. જે પૈકી ૧૨૪ ફોર્મ રદ થતાં હાલમાં ૫૧૮ ઉમેદવારો નોંધાયાં છે.

બુધવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ત્યારે આવતી કાલે સાંજે કર્યા પક્ષમાં કેટલાં ઉમેદવારો છે તેની સ્પષ્ટતા થશે. સાથે સાથે ચૂંટણી પ્રચારને પણ ઉમેદવારની જાહેરાત બાદ વેગ મળશે. ત્યારે આવતી કાલે ફોર્મ પરત ખેંચાયા બાદ જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.


Share

Related posts

લીંબડી નગર પાલીકાનો કંસારા બજારના દેસાઇપરા વિસ્તારની મહિલાઓએ કર્યો ઘેરાવો

ProudOfGujarat

વડોદરા : કરજણના રારોદ ગામેથી એક દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શમા હોટલ નજીકથી ગેરકાયદેસર હથિયાર સાથે આરોપી ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!