Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાત્રીના ઘરમાં ઘૂસ્યો ચોર, મોબાઇલ સહિત ₹23,500નો મુદ્દામાલ ચોરી કરી ફરાર

Share

ભરૂચના રતન તળાવ વિસ્તારમાં મોહન બાગની સામે રહેતા એક યુવકના ઘરમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સે ઘૂસી ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ કાનપુર (યુપી)ના વતની અને હાલ ભરૂચમાં રહેતા સંદીપ સંજય કઠેરીયા એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. ગત તા. 12 એપ્રિલની રાત્રે તેઓ પોતાની માતા અને ભાઈ સાથે ઘરના દરવાજા આડા કરી સુતા હતા.

Advertisement

રાત્રીના અંદાજે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં તેમના ઘરના ઉપરના માળે રહેતી કિરણબેન અચાનક બુમો પાડતાં સંદીપ જાગી ગયા હતા. તે જ સમયે એક અજાણ્યો શખ્સ તેમના ઘરમાંથી દોડીને બહાર નીકળતો નજરે પડ્યો હતો. સંદીપે તરત જ તેની પાછળ દોડધામ કરી હતી, પરંતુ ચોર પોતાની બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. તેમ છતાં સંદીપે બાઈકનો નંબર નોંધવામાં સફળતા મેળવી હતી.

બાદમાં ઘરની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અજાણ્યા ચોરે મોબાઇલ, પાવર બેન્ક, સ્માર્ટ વોચ અને રૂ. 8,000 રોકડા મળી કુલ અંદાજે રૂ. 23,500નો મુદ્દામાલ ચોરી કર્યો હતો.

આ બનાવ અંગે સંદીપ કઠેરીયાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે.


Share

Related posts

વાંસ આધારિત વિવિધ બનાવટો એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવું અનોખું કૌશલ્યવર્ધન કેન્દ્ર ડેડીયાપાડામા ઉપલબ્ધ.

ProudOfGujarat

અપના કામ બનતા ભાડ મેં જાએ જનતા જેવી ગીત ની પંગતી ને ખરા અર્થ માં તંત્ર સાથર્ક કરતું હોય તેમ ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નેશનલ પાર્ક સોસાયટી વિસ્તારમાં જોવા મળતા આ દ્રશ્યો ઉપર થી કહી શકાય તેમ છે…ત્યારે લોકો હવે પૂછી રહ્યા છે કે નિદ્રાધીન વહીવટી તંત્ર હવે તો જાગો….!!!

ProudOfGujarat

ભરૂચમાં રાધા-કૃષ્ણ બનેલા 16 ભૂલકાંઓના કલરવથી સ્ટેચ્યુ પાર્ક ગુંજ્યો : સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘બિફોર જન્માષ્ટમી’ની ભવ્ય ઉજવણી, નાનકડા કાનુડા-રાધિકાઓએ ગરબે ઘૂમી કૃષ્ણમય માહોલ સર્જ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!