Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના રહાડપોર ગામે જુગાર રમતાં ૫ ખેલી ઝડપાયાં : પોલીસે ૧૬ હજાર રોકડા સહિત ૪૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

Share

 

 

Advertisement

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, રહાડપોર ગામે આવેલાં આશિયાના પાર્કની પાછળના ભાગે આવેલાં ભાવળોમાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે તેમણે ટીમ બનાવ ઘટના સ્થળે દોડી આવી સ્થળને ચારેય તરફથી કોર્ડન કરી રેડ પાડી ૫ જુગારિયાઓને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલાઓના નામ પુછતાં તેમના નામ મોઅમદઅલીહસન, મોહમદઈરફાન મોહમદસુબાતી રાઈની, અતવારી અબ્દુલહકીઝ દિવાન, સફીક સહતુ રાઈનીની ધરપડક કરી

બનાવ સ્થળેથી દાવ પર લાગેલાં રૂપિયા તેમજ અંગજડતીમાંથી મળેલા મળી કુલ૧૮ હજારથી વધુની રોકડ રકમ તેમજ ૨૫ હજારની મત્તાના પાંચ મોબાઈલ મળી કુલ ૪૧ હજારથી વધુની મત્તાનો મુદ્દામાલજપ્ત કરી તમામ વિરુદ્દ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થવાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.

ProudOfGujarat

મુસ્લિમ બિરાદરો દ્રારા ઈદ ઉલ જૂહા(બકરા ઈદ)ની નમાઝ અદા કરી

ProudOfGujarat

નેત્રંગ પોલીસે શ્રાવણીયા જુગારના ત્રણ જુગારિયા ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!