Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં લગ્નની વર્ષગાંઠની રાત્રે સ્ટોર ઓફિસર પર ચપ્પુથી હુમલાનો પ્રયાસ :

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં રહેતા એક સ્ટોર ઓફિસર પર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ભોગ બનનાર વ્યક્તિએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ફરિયાદ મુજબ, મકતમપુર ખાતે ગાયત્રી ફ્લેટ પાછળ દરગાહ પાસે રહેતા મોહિસનખાન ઇમ્તિયાઝઅલી શેખ (ઉ.વ. ૪૦) દહેજ સ્થિત અદામા ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી સ્ટોર ઓફિસર તરીકે નોકરી કરે છે. ગઈ તા. ૧૧ મે ૨૦૨૬ના રોજ તેમની લગ્નની વર્ષગાંઠ હોવાથી પરિવાર સાથે હોટલમાં જમવા ગયા હતા.

રાત્રે આશરે ૧૦ વાગ્યે ઘરે પરત ફરતી વખતે તેમણે પોતાની પત્ની અને સાળીને મકતમપુર મખદુમ પાર્ક પાસે ઉતાર્યા હતા. ત્યારબાદ તેઓ ઘરે આવ્યા હતા. થોડા સમય બાદ પત્નીનો ફોન આવતા ગરમી લાગતી હોવાથી ઘરે લઈ જવા માટે બોલાવ્યા હતા. જેથી તેઓ બાઈક લઈને પત્નીને લેવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન ગાયત્રી ફ્લેટ પાછળ દરગાહ ફળિયું વિસ્તારમાં પહોંચતા તેમની આગળની લાઈનમાં રહેતો એઝાઝ મેહમુદ શેખ બે અજાણ્યા વ્યક્તિઓ સાથે ઉભો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ બાઈક રોકાવી ગાળાગાળી શરૂ કરી હતી અને બાદમાં ખિસ્સામાંથી ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા દરમિયાન ફરિયાદીના જમણા હાથના મસલ્સના ભાગે લિસોટો પડ્યો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બચાવ કરવાનો પ્રયાસ કરતાં આરોપીએ ધક્કો મારતા તેઓ નીચે પટકાયા હતા, જેના કારણે ડાબા પગના ઘૂંટણના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરોપી ચપ્પુ લઈને તેમની પાછળ દોડ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો.

જતા જતા આરોપીએ “આજે લોકો ભેગા થઈ ગયા એટલે બચી ગયો છે, હવે મળીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બનાવ બાદ ઇજાગ્રસ્તે સારવાર મેળવી આજરોજ આરોપી એઝાઝ મેહમુદ શેખ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Share

Related posts

આમોદમાં નગરપાલિકાની કડક કાર્યવાહી : ગેરકાયદેસર દબાણ જેસીબી દ્વારા તોડી પાડ્યું

ProudOfGujarat

અંકલેશ્વર GIDC માં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસનો ટેમ્પો વિશ્વાસઘાત કરી ટેમ્પો લઇ નાસી છૂટેલ ડ્રાઈવર ટેમ્પો વેચવા જતા LCB પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

વડતાલ પોલીસે બે મહિલાઓને ચોરીના ૨.૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!