Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

MD ડ્રગ્સ કેસમાં ભરૂચ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને 15 વર્ષની સખત કેદ અને ₹2 લાખનો દંડ ફટકારાયો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા MD ડ્રગ્સ કેસમાં નામદાર કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે ચાલેલા કેસમાં કોર્ટે 15 વર્ષની સખત કેદ તેમજ રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતો આ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર તા. 19 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મોફિસર જીન કમ્પાઉન્ડ નજીકથી MD ડ્રગ્સના અંદાજે 99 ગ્રામ જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ અને ઇમરાન સોકત ખીલજીની ધરપકડ કરી તેમની સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે.જે. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. કેસ નામદાર પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ. સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. કેસ દરમિયાન 20થી વધુ સાક્ષીઓની તપાસ તેમજ રજૂ થયેલા પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત જાહેર કર્યો હતો.

કોર્ટે આરોપીને 15 વર્ષની સખત કેદની સજા ઉપરાંત રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો હતો. સાથે જ દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વધતા ગુનાઓ વચ્ચે ભરૂચ કોર્ટનો આ ચુકાદો કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.


Share

Related posts

ગોધરા : ખ્રિસ્તી ધર્મના લોકો ભૂરાવાવ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા પરિવારનુ ધર્માતરણ કરાવા આવ્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો.

ProudOfGujarat

ખેડા જિલ્લાના કપડવંજ અને નડિયાદના ૨૪ જેટલાં આગેવાનો અને ૧૫૦ જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!