Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : આમોદનાં સરભાણથી માતર જવાના રસ્તા પરથી ખાડીમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી.

Share

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનાં સરભાણ ગામ નજીક આવેલ નર્સરી પાસેની ખાડીમાંથી એક રબારી કોમનાં વ્યક્તિની લાશ મળી આવી હતી. આ લાશ અંગે આમોદ પોલીસે તપાસ કરતાં લાશ શંકરભાઈ સવાભાઇ રબારી, ઉં.51 ની જણાય હતી. જે અંગે વધુ વિગત જોતાં અગાઉ તા.22-9-2020 નાં રોજ આમોદ પોલીસ મથક ખાતે અજયભાઈ જગદીશભાઈ રબારી દ્વારા પોલીસ મથકમાં એવી ફરિયાદ આપવામાં આવી હતી કે શંકરભાઇ જગદીશભાઇ રબારી તા.22-9-2020 નાં રોજ સવારે 11 વાગ્યે ગાયો ચરાવવા માટે સરભાણથી માતર જવાના રસ્તા પર નીકળ્યા હતા તે દિવસે સાંજે 6:30 વાગ્યાનાં અરસામાં ગાયો પરત આવી ગઈ હતી પરંતુ શંકરભાઇ જણાયા ન હતા. તેવામાં તા.28-9-2020 નાં રોજ સવારે સરભાણ નજીક આવેલ નર્સરી પાસેની ખાડીમાંથી શંકરભાઇની લાશ પાણીમાંથી મળી આવી હતી. આમોદ પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર શંકરભાઇનો મૃતદેહ ફોરેન્સિક લેબોરેટરી સુયાર્ટ ખાતે લઈ જવાયો છે. સમગ્ર કાયદેસરની તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે એમ આમોદ પોલીસે જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

RTE હેઠળના બાળકો પાસેથી વધારાની ફી વસૂલતી શાળાઓ સામે કડક કાર્યવાહી થશે : જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલજી

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકા પ્રમુખની કોરોના વેકશીન મામલે અનોખી જાગૃતિ…

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!