Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પાણી પુરવઠાને લઈ પાલિકાની અગત્યની જાહેરાત, 15 જૂન સુધી એક સમય જ મળશે પાણી

Share

ભરૂચ :

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને પાણી પુરવઠા અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે મળતું પાણી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચાડવામાં આવે છે, જ્યાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો કરવામાં આવે છે.

Advertisement

પાલિકાના જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મીયાગામ બ્રાંચ કેનાલ તેમજ અમલેશ્વર બ્રાંચ કેનાલના રીપેરીંગ અને શટડાઉન કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી તા. 25 મે 2025 રવિવારથી તા. 15 જૂન 2025 સોમવાર સુધી પાણી પુરવઠા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ સમયગાળા દરમિયાન માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી અને ટ્યુબવેલના પાણીના આધારે ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં માત્ર એક જ વખત પાણી આપવામાં આવશે. પાલિકાએ શહેરજનોને પાણીનો જરૂરી સંગ્રહ કરવા તેમજ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

નગરપાલિકાએ વિવિધ ટાંકીઓ અને વિસ્તારો માટે સમયપત્રક પણ જાહેર કર્યું છે. જેમાં અયોધ્યાનગર WTP, શક્તિનાથ ટાંકી, કુંગરી ટાંકી, મક્તમપુર-શક્તિનગર BGV ટાંકી, સ્ટેશન ટાંકી, સોસાયટી મહોલ્લા ટાંકી, ટાવર ટાંકી, બંબાખાના ટાંકી, શીતલ પાર્ક ટાંકી તેમજ જેલી મોટી પાર્ક ટાંકી હેઠળ આવતા વિસ્તારોમાં અલગ-અલગ સમય મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે.

પાલિકાએ વધુમાં જણાવ્યું છે કે, તા. 16 જૂન 2025થી અમલેશ્વર બ્રાંચ કેનાલમાં નિયમિત પાણી પુરવઠો શરૂ થતાં ફરીથી પૂર્વવત પાણી વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.

આ જાહેરાત બાદ શહેરના નાગરિકોને પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અને પાલિકાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.


Share

Related posts

મોસાલી દૂધ મંડળી એ બે હજાર માસ્કનું વિતરણ કર્યું.            

ProudOfGujarat

જંબુસર જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ વિધ્યાર્થીસંધની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી માં કોવિડ ૧૯ ગાઇડલાઇનનો ભંગ કરતી ૩ કંપનીઓને નોટિસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!