Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ: ભાજપના ડિમ્પલ રાજ પ્રમુખ તરીક ચૂંટાયા : ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ, કોંગ્રેસના ૩ સભ્યો મતદાનથી દૂર રહ્યાં

Share

 

ભરૂચ

Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગયાં બાદ હવે જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ શરુ થઈ ગઈ છે.બે દિવસ પહેલાં ભરૂચ જિલ્લાની ચારેય નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપ્રપ્રમુખોની ચૂંટણી થઈ હતી. જે બાદ આજે શનિવારે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યથી સહિતનાઓના નામના મેન્ડેડ ભાજપના મોવડી મંડળે મોકલતાં ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે ભાજપમાંથી ડિમ્પલ રાજ તેમજ ઉપપ્રમુખ માટે અજીત વાસવાનું નામ જાહેર કરાયું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ પ્રમુખ-ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે નર્મદાબેન વસાવા તેમજ અનિલ વસાવાનું ફોર્મ ભરાવડાવ્યું હતું. શનિવારે સવારે જિલ્લા પંચાયતના સભા ખંડમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં બન્ને પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના બન્ને ઉમેદવારોને ૨૬ મત મળ્યાં હતાં. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદાવરોને ૫-૫ મત મળ્યાં હતાં. બીજી તરફ કોંગ્રેસના ૩ સભ્યોએ મતદાનથી દૂર રહ્યાં હતાં.

ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ જિજ્ઞેશ મિસ્ત્રી સહિત અન્ય હોદ્દેદારો હાજર હોઈ તેમણે વિજેતા પ્રમુખ-ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યાં હતાં. નવનિયુક્ત ડિમ્પલ રાજે તેમના ટર્મમાં પ્રજાલક્ષી વિકાસ કામોને અગ્રિમતા આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.


Share

Related posts

પોર ગામ માં ઠેરઠેર જગ્યાએ પાણી પુરી જેવી અલગ અલગ લારીઓ ધમધમે છે. અને આરોગ્ય ખાતું ખાલી વડોદરા સીટી માં જ કાર્યવાહી કરવામાં આવે છે.

ProudOfGujarat

ભરૂચ : મોફેસર જીન કંપાઉન્ડ વિસ્તારમાંથી જુગાર રમતા 6 ઇસમો 4,50,500 નાં મુદ્દામાલ સાથે ઝડપાયા.

ProudOfGujarat

જંબુસર ખાનપુરદેહનાં સરપંચ અને જંબુસર તાલુકા પંચાયતનાં અધિક મદદનીશ ઇજનેર ૧.૪૦ લાખની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!