Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકા નજીક મહિલા કારચાલકનો અકસ્માત, એરબેગ ખુલતાં મોટી દુર્ઘટના ટળી

Share

ભરૂચ :: ભરૂચ નગરપાલિકા નજીક આજે એક કાર અકસ્માતની ઘટના સામે આવી હતી. કાર ચલાવી રહેલી મહિલા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ્સ તાત્કાલિક ખુલી ગઈ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના કારણે કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારની એરબેગ્સ ખુલતાં કારમાં સવાર મહિલાઓને ગંભીર ઈજાઓથી બચાવી શકાયું હતું.

Advertisement

અકસ્માત સમયે કારમાં બે મહિલાઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે અને સદનસીબે બંને મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતને પગલે થોડા સમય માટે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચ જીલ્લા કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ઝળકી, ૩૦ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ

ProudOfGujarat

વડોદરાના વ્રજસિદ્ધિ ટાવરમાં વિવો કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતાં વેપારીઓનો લાખોનો મુદ્દામાલ સીઝ કર્યો.

ProudOfGujarat

મસ્જીદમાં મોબાઈલ ગુમ થવા મુદ્દે તકરારમાં ચાર જણા પર ૪ શખ્સોનો હૂમલો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!