Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નિ:શુલ્ક મસાલા છાસનું વિતરણ કરાયુ

Share

 

 

Advertisement

સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ના સભ્યો દ્વારા શક્તિનાથ સર્કલ પાસે રિક્ષાચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજુરીકામ કરતા લોકો, હોમગાર્ડઝ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ, શાકભાજીવાળાઓ તથા આવતા જતાં તમામ લોકોને વિનામૂલ્યે મસાલા છાસ પીવડાવી આનંદની લાગણી અનુભવી હતી. ઉનાળાના દિવસો દરમિયાન ૪૫ ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાસનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે. છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છે, સાથે સાથે ઉનાળા દરમિયાન ડીહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છે. જેને લઈને સંસ્કૃતિ ટ્રસ્ટ ભરૂચના સદસ્યો દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ભરૂચ ના પ્રોજેક્ટ ચેરમેન પ્રતીક્ષાબેન કંસારા, સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, સોશિયલ મીડિયાના વિદ્યાબેન ચૌધરી, સદસ્યોમાં શીતલબેન રાડિયા, છાયાબેન પાટીલ, રજનીબેન, મીનાબેન, જ્યોતિબેન પાટડીયા, મીતાબેન પાતરા, મધુમિતાબેન, માધુરીબેન હાજર રહ્યા હતા.


Share

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સીધી અસર ચારધામ યાત્રા પર હાવી થશે.

ProudOfGujarat

અંકલેશ્વર ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

ProudOfGujarat

ટીઆરએ રિસર્ચના ‘ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ 2023’ રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ નંબર-1 અને એસીસી નંબર-2 ઉપર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!