Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંખવાવમાં પશુ ક્રૂરતાનો પર્દાફાશ : ૧૦ પશુઓથી ભરેલી બોલેરો પિકઅપ ઝડપી, એક શખ્સ ઝડપાયો

Share

વાંકલ :: સુરત ગ્રામ્યના ઝંખવાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવી કતલખાને લઈ જવાતા ૧૦ પશુઓ સાથે એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝંખવાવ પોલીસ સ્ટેશનના અ.પો.કો કિરણભાઈ રાજુભાઈ ચૌધરી, એ.એસ.આઈ. નિર્મળભાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ ખાનગી અને સરકારી વાહનમાં નાઇટ રાઉન્ડમાં હતા. તે દરમિયાન અ.હે.કો વિજયભાઈ દલાભાઈને ખાનગી બાતમી મળી હતી કે, મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી (રજી. નં. GJ-31-T-8203) માંડવી તરફથી ભેંસો ભરી ઝંખવાવ તરફ આવી રહી છે.

Advertisement

બાતમીના આધારે પોલીસે સ્થાનિક બે પંચોને સાથે રાખી ઝંખવાવ સરકારી દવાખાના નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ગાડીના પાછળના ભાગની તપાસ કરતા લાકડાના પાટીયા મારીને બંધ કરેલી ગાડીમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા વગર, પશુઓને બેસી પણ ન શકાય તે રીતે ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા ૦૮ પાડા અને ૦૨ નાની ભેંસો મળી કુલ ૧૦ પશુઓ મળી આવ્યા હતા. પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી કબજામાં લીધા હતા.

પંચોની હાજરીમાં ગાડીના ચાલકની પૂછપરછ કરતા તેનું નામ સાહિલ સૈયદ મુલતાની (રહે. મુલતાની ફળીયું, ઝંખવાવ ગામ, તા. માંગરોળ, જી. સુરત) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ. ૨ લાખની કિંમતના ૧૦ પશુઓ તેમજ રૂ. ૩.૫૦ લાખની કિંમતની મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી મળી કુલ રૂ. ૫.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે ઝંખવાવ પોલીસે આરોપી સામે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 3 અને 11(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરમા ટ્રાફિકના નિયમોની ધજીયા ઉડાવતા સ્કૂલોની ગાડીના ડ્રાઈવર….

ProudOfGujarat

ભરૂચના મુખ્ય માર્ગ પર અચાનક ધરતી ધસી! જૂની મામલતદાર કચેરી સામે પડ્યો ભુવો

ProudOfGujarat

નંદેલાવ ગામ ખાતે બેન્ક એકાઉન્ટના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે શિબિર યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!