Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીજીઆઈએમ ઇન્ડિયાએ ઈએલએસએસ ફંડ કેમ્પેઈન #સેવ ટેક્સ ક્રિએટવેલ્થ શરૂ કર્યું.

Share

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોમાં જાગૃતિ લાવવા અને ભારતીય મિલેનિયલ્સમાં ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડને અપનાવવા માટે બે ફિલ્મોના સેટ સાથે તેની નવીન ડિજિટલ કેમપેઈન #SaveTaxCreateWealth ( #સેવ ટેક્સ ક્રિએટવેલ્થ) શરૂ કરી છે. એફસીબી ઈન્ટરફેસ દ્વારા વિચારાધીન આ ફિલ્મ યુવાનોને એવી સુવિધા પસંદ કરવા પ્રોત્સાહન આપે છે જેનાથી તેઓ કર બચત કરી શકે અને તેથી તેમની ટેક-હોમ સેલરી વધારવાની સાથે અન્ય અનેક લાભો મેળવી શકે.

યુવા ગ્રાહકોને કેન્દ્રિત કરતા અભ્યાસમાંથી તારવેલા આંકડા અને વિચારોના આધારે પીજીઆઈએમ ઈન્ડિયાને ઈએલએસએસ જાગૃતિ કેમ્પેઈન તૈયાર કરવાની પ્રેરણા મળી હતી. એમટીવી યુથ સ્ટડી 2019 અનુસાર, દાખલા તરીકે, જેન ઝેડ અને મિલેનિયલ્સ બંને એ રીતે સંપત્તિનું સર્જન કરવા માગે છે જેમાં તેમની વર્તમાન જીવનશૈલીની જરૂરિયાતો સાથે સમાધાન કરવું ન પડે. તેઓ બચતની વધુ સ્માર્ટ અને નવા યુગની પદ્ધતિ પસંદ કરે છે પરંતુ જાગરૂકતાનો અભાવ નડે છે અને ઊંચો વેરો અને ઓછી ટેક-હોમ સેલરી તેમને મુંઝવે છે.

Advertisement

આ આંતરદૃષ્ટિના આધારે, પીજીઆઈએમ ઈન્ડિયાએ બે ફિલ્મોની કલ્પના રજૂ કરી છે જે સંભવિત યુવા રોકાણકારોને ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ઈએલએસએસ) માં કર બચાવવા અને વળતર પૂરું પાડતું રોકાણ સર્જવાના સ્માર્ટ ઉકેલ તરીકે રજૂ કરે છે. ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ્સ એ મ્યુચ્યુઅલ ફંડનો એકમાત્ર વર્ગ છે જે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ કુલ આવકમાંથી રૂ. 1.5 લાખ સુધીની કર કપાત માટે પાત્ર છે. વ્યક્તિ ઈએલએસએસમાં રોકાણ કરીને કરવેરામાં વાર્ષિક રૂ. 46,800** સુધીની બચત કરી શકે છે અને ઈએલએસએસમાં સ્થિર રોકાણ દ્વારા લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકે છે.

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન્સ હેડ સાક્ષી દેલા સમજાવે છે, “મ્યુચ્યુઅલ ફંડ્સ માટેના પ્રમોશન્સમાં મુખ્યત્વે મોટી ઉંમરની વ્યક્તિને ધ્યાનમાં રખાય છે, ત્યારે સંશોધનનો જણાવે છે કે 23-35 વર્ષની ઉંમરના લોકોમાં રોકાણના વિકલ્પો શોધવાનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું છે. આ નવી કેટેગરીના રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણને આકર્ષક અને યોગ્ય વિકલ્પ બનાવવા માટે અમે આ આંતરદૃષ્ટિની આસપાસ પ્રોડક્ટ્સ અને રોકાણકાર માટેની માહિતીઓ તૈયાર કરી રહ્યા છીએ.

આજકાલના યુવાનો ઓનલાઈન વસ્તુઓ ખરીદવા માટે તેમના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવામાં ખૂબ જ પારંગત છે અને વિવિધ પ્રમોશનલ ઑફર્સ/સ્કીમ્સથી વાકેફ હોવાને કારણે તેઓ અમુક ખર્ચ પણ બચાવે છે. આ ઓનલાઈન વર્તણૂકને અનુસરીને, પીજીઆઈએમ ઈન્ડિયાએ બે ફિલ્મો બનાવી. પ્રથમ ફિલ્મ બતાવે છે કે એક બોસ તેના યુવા સાથીદારની તેના ફોન પરથી કરિયાણાનો ઓર્ડર આપવાની આદતની પ્રશંસા કરે છે. જુનિયર જવાબ આપે છે કે આને કારણે તેને તમામ પ્રકારની વસ્તુઓ સારા સોદામાં મળે છે. તે પછી, યુવકને એક ટેક્સ્ટ મેસેજ મળે છે જેમાં તેને જાણ કરવામાં આવે છે કે તેના ખાતામાં પગાર જમા થઈ ગયો છે. પણ પગાર કાપવામાં આવ્યો તે જાણીને તે ચોંકી જાય છે. પછી બોસ તેને સમજાવે છે કે જો તેના પગારમાંથી કર કપાત થાય તેવી તેની ઇચ્છા ન હોય તો તેણે ઈએલએસએસમાં રોકાણ કરવું જોઈએ.

ઈએલએસએસ-આઈએપી ફિલ્મ 1: https://youtu.be/qytZUYVY0Xg

પ્રથમ ફિલ્મની જેમ જ આગળ વધીને, બીજી ફિલ્મમાં પણ અગાઉની જાહેરાતમાં જોવા મળેલા તે જ બોસને અન્ય યુવા સાથીદાર સાથે દર્શાવવામાં આવ્યા છે. બોસ તેના ફોન પર ફૂડ ડિલિવરી એપ પરથી બિરયાનીનો ઓર્ડર આપે છે. યુવાને નોંધ્યું કે તેણે કૂપન કોડ ઉમેર્યો નથી અને તેને કહે છે કે તે આ રીતે કેટલાક પૈસા બચાવી શક્યા હોત. તે જ સમયે, યુવકનો ફોન એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો જેમાં તેને જાણ કરવામાં આવી હતી કે પગાર તેના ખાતામાં જમા થઈ ગયો છે. તેને પણ આ મહિને પગારની રકમ ઓછી મેળવી રહ્યો છે તે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે તે તેના બોસને રકમ બતાવે છે, ત્યારે બોસ સમજાવે છે કે તેના પગારમાંથી વેરો કાપવામાં આવ્યો છે. તે પછી તે યુવાનને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે ઈએલએસએસમાં રોકાણ કરવાની સલાહ આપે છે.

ઈએલએસએસ-આઈએપી ફિલ્મ 2: https://youtu.be/s3FgcNCxVwM

બંને ફિલ્મો ઈએલએસએસમાં રોકાણ કરવાના ફાયદાઓને એવી રીતે પ્રકાશિત કરે છે કે જે યુવા ગ્રાહકો માટે તદ્દન સંબંધિત છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના ગુનાઓમાં એક રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એ ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

ચીટીંગના ગુનામાં ચોરાયેલ ચાર કારને અલગ-અલગ રાજ્યોમાંથી કબ્જે કરતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે ચોરીની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!