Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કારેલા ગામ નજીક એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાંથી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો :  FSLની હાજરીમાં તપાસ બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો; અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી

Share

 

ભરૂચ  :

Advertisement

ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા એક પેટ્રોલપંપના કેમ્પસમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશ લોઢારી તરીકે થઈ છે. તેઓ બુધવારે પોતાની એમ્બ્યુલન્સ લઈને કારેલા ગામ નજીક આવેલા પેટ્રોલપંપના કેમ્પસમાં આવ્યા હતા.

બાદમાં એમ્બ્યુલન્સમાં નરેન્દ્ર લોઢારી બેભાન હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ કરતાં તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. FSL દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

રાજપીપળા : કોવિડ-19 નાં નિયમોનું પાલન કરી રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે રાજપૂત સમાજનાં યુવાનોએ તલવાર આરતીની પરંપરા જાળવી રાખી.

ProudOfGujarat

કૂતરાની બરોળમાં ગાંઠનું નિદાન: સફળ સ્પ્લીનેક્ટોમી સર્જરીથી જીવ બચાવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના ઝાડેશ્વરના મહિલા સભ્યએ અનુસુચિત જાતિ અંગે કરેલી ટિપ્પણી સામે સમાજ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!