Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ન્યુ દિલ્હી ખાતે યોજાનારા અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માં જોડાવા માટે ભરૂચમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રવાના થયા

Share

આમોદ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માટે ગુજરાતમાંથી સૌથી વિશાળ પ્રતિનિધિમંડળ ન્યૂ દિલ્હી તરફ રવાના થયું છે. રાજધાની દિલ્હી સ્થિત તાલકટોળા સ્ટેડિયમ ખાતે યોજાનારા આ ભવ્ય મહાસંમેલનમાં દેશના અનેક રાજ્યોમાંથી આગેવાનો, યુવાનો, મહિલાઓ અને ધાર્મિક વિદ્વાનો હાજરી આપવાના છે, જેમાં ખાસ કરીને ગુજરાતનું યોગદાન વિશેષ રહેશે.

ગુજરાત પ્રદેશના શેત્રિય સંયોજક સલીમખાન પઠાણની અધ્યક્ષતામાં ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારથી હજારો કાર્યકર્તાઓ લક્ઝરી બસો અને ટ્રેનો મારફતે દિલ્હી માટે રવાના થયા છે. કાર્યકર્તાઓનું માનવું છે કે આ મહાસંમેલન મુસ્લિમ સમાજ માટે ઐતિહાસિક વળાંક સાબિત થશે.આ કાર્યક્રમની અધ્યક્ષતા આર.એસ.એસ. પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક ઇન્દ્રેશકુમારજી કરશે. શિક્ષણ, રોજગાર, મહિલાઓનું સશક્તિકરણ, ગરીબી નિવારણ, સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય એકતા જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થશે. ગુજરાતના પ્રતિનિધિઓ પોતાના અનુભવો રજૂ કરશે, જેથી સમગ્ર દેશમાં ગુજરાતનું યોગદાન ઉજાગર થાય.સલીમખાને સ્પષ્ટ કર્યું કે કેટલાક તત્વોના વિરોધ છતાં મુસ્લિમ સમાજના હિત માટે આ મંચે હંમેશા આગવી ભૂમિકા ભજવી છે. તેમના મતે આર.એસ.એસ. એ પ્રથમ એવી સંસ્થા છે જે મુસ્લિમ સમાજના યુવાનોને રાષ્ટ્રપ્રેમ અને સેવા ભાવનાથી જોડે છે.આ સ્ટેડિયમમાં ઉમટનારા હજારો લોકોએ ખાસ કરીને ગુજરાતી કાર્યકર્તાઓની હાજરીને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. મહિલાઓ અને વિદ્યાર્થિનીઓની મોટી સંખ્યામાં જોડાણ ગુજરાતના બદલાતા દૃષ્ટિકોણ અને સશક્તિકરણની સાબિતી છે. અંતે ઇન્દ્રેશકુમારજી પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં રાષ્ટ્રીય એકતા અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપશે.

Advertisement

Share

Related posts

વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો

ProudOfGujarat

ન્યુઝ 18 નાં એન્કર દ્વારા હઝરત ખ્વાઝા ગરીબ નવાઝ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં અંકલેશ્વરનાં મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા શહેર પોલીસ મથકે પીઆઇ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : વરલી મટકા અને આંક ફરકનો જુગાર રમતા ઈસમો સામે ક્રાઇમ બ્રાંચે બોલાવી તવાઇ, પાલેજ અને પાનોલી ખાતેથી હજારોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!