Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં દેશી તમંચા સાથે ત્રણ ઇસમ ઝડપાયા : ભરૂચ એલસીબીની સફળ કામગીરી, ૨૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા વડોદરા રેન્જના ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે ચલાવવામાં આવેલી ઝુંબેશ દરમિયાન અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી ત્રણ ઇસમોને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર સોનલ પાર્ક સોસાયટીના મકાન નંબર-૧૬૮માં રહેતો ગૌરવકુમાર પ્રદીપભાઈ મંડલ પોતાના રહેણાંક મકાનમાં દેશી બનાવટનો તમંચો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક દરોડો પાડી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

Advertisement

પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી બનાવટનો તમંચો, ત્રણ મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. ૨૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હથિયાર સપ્લાય કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં ગૌરવકુમાર પ્રદીપભાઈ મંડલ, સિકંદરકુમાર પ્રેમલાલ મંડલ અને શિવમ સિંહનો સમાવેશ થાય છે. જ્યારે પ્રભુ મંડલ નામનો શખ્સ પોલીસને વોન્ટેડ છે.

આ અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી પો.સ.ઇ. આર.કે. ટોરાણીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ટીમવર્કથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


Share

Related posts

નેતાજી એ નોટો વહેંચી.? ભરૂચની વાગરા વિધાનસભા બેઠક જીતવા માટે થયા કરોડોના ખેલ..? શું લોકો સુધી વહેંચાઇ રહ્યા છે કવરો…?

ProudOfGujarat

ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક કાર્યાલયમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર લોકરક્ષક ને કોર્ટમાં રજૂ કરાયો

ProudOfGujarat

ભરૂચમાં સંવેદનશીલ વિસ્તારોમાં રામનવમી પૂર્વે પોલીસનો ફ્લેગ માર્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!