Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

થામ નજીક બોલેરો પીકઅપની ટક્કરે યુવકનું મોત, બે મિત્રો ઈજાગ્રસ્ત

Share

અંકલેશ્વરના સમર્થ પાર્કમાં રહેતા અને દહેજ સ્થિત એટલેન્ટીક ફાઇન કેમ કંપનીમાં શિપ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા દિપકુમાર જીતેન્દ્રભાઈ પટેલે અકસ્માત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માતમાં તેમના ભાઈનું મોત નિપજ્યું હતું જ્યારે બે મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા.

ફરિયાદ મુજબ, દિપકુમાર પટેલનો ભાઈ જીરેન જીતેન્દ્રભાઈ પટેલ વિલાયત ખાતે આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં નોકરી કરતો હતો અને પત્ની કામાક્ષાબેન સાથે અલગ રહેતો હતો.

Advertisement

ગત તા. 30/05/2026ના રોજ રાત્રે આશરે 11 વાગ્યે દિપકુમાર પોતાની નોકરી પર હાજર હતા ત્યારે જીરેન સાથે કામ કરતા ચિરાગ પંચોટીયાનો ફોન આવ્યો હતો. ફોનમાં જણાવાયું હતું કે જીરેન પટેલ પોતાના બે મિત્રો સમશેર અલી રમજાન અલી શેખ અને વિપુલભાઈ કિરણભાઈ જાદવ સાથે મોટરસાયકલ નં. GJ-09-CS-1241 પર વિલાયતથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન થામ ગામ પાસે મહુલી હોટલ નજીક કેનાલ પાસે પહોંચતા બોલેરો પીકઅપ ગાડી નં. RJ-39-GA-7562ના ચાલકે વાહન રોંગ સાઇડમાં હંકારી આવી બાઈકને પુરઝડપે ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણેય રોડ પર પટકાયા હતા.

ઘટના બાદ ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જીરેન જીતેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.31)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત બનેલા બંને મિત્રોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે પોલીસે બોલેરો પીકઅપના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સાગબારાના દેવમોગરા મંદિર પરિસરમાંથી 215 જેટલા દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વરની એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લશ્કરી ભરતી મેળામા૧૫૩૭ ઉમેદવારો શારિરીક કસોટીમાં પાસ થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!