Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અમારા આંબલીના ઝાડ પાસે કેમ સફાઈ કરે છો કહી વૃદ્ધ દંપતિને ફટકાર્યા : ભરૂચ તાલુકામાં આવેલાં માંચ ગામે બનેલી ઘટના

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં માચ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં દૂ૨ વર્ષીય દાઉદ ઈસ્માઈલ પટેલ તેમની પત્ની ફાતમા સાથે ઘરે હતી તે વેળા તેઓ ઘરની પાછળ વાડામાં સાફ-સફાઈ કરતાં હતા. તે વેળાં તેમના ગામના મુનાફ ઈબ્રાહીમ હાથીયા, આમદ ઈબ્રાહિમ હાથીયા, ઈબ્રાહિમ મુસા હાથીયા તેમજ અજીમા મુનાફ હાથીયા તેમના વાડામાં દોડી આવ્યાં હતાં. તેમજ તેઓએ તેમને ધમકાવતાં જણાવ્યું કે, આ વાડામાં આમલીનું ઝાડ અમારું છે. તમે કેમ ત્યાં સુધી સાહ-સફાઈ કરવા આવો છો તેમ કહી તેમને અપશબ્દો ઉચ્ચારતા હતાં. જેથી તેમને અપશબ્દો ઉચ્ચારવાની ના પાડતાં તેઓએ ડાંગનો સપાટો લાવી તેમના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમની પત્નીને પણ ઈજાઓ થઈ હતી. દરમિયાનમાં તેમના ઝઘડાનો અવાજ સાંભળી તેમના નાના ભાઈ ઈમ્તિયાઝ ઈસ્માઈલ પટેલ તેમને છોડવવા વચ્ચે પડતાં તેમને પણ સપાટા માર્યા હતાં. અરસામાં આસપાસના લોકોએ આવી જતાં તેઓએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. ઈજામસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્યકેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

આમોદ પશુ દવાખાના પાસે આવેલ રહેણાાંક મકાનમા ભરૂચ એલ. સી. બી. એ જુગારની સફળ રેઈડ કરી બે ની ધરપકડ કરી :સાત ફરાર..

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ જામશે

ProudOfGujarat

ભરૂચની જૂની સિવિલ પાસે રહેતો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, એક વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!