Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મકતમપુરમાં પત્તા-પાનાનો જુગાર રમાડતા બે ઝડપાયા, બે ફરાર

Share

ભરૂચ શહેર ડિવિઝન પોલીસને મકતમપુર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર જુગારના ધંધા સામે કાર્યવાહી કરી બે ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે બે અન્ય આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને પત્તા-પાનાનો જથ્થો જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ માહિતી અનુસાર, ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ નિયમિત પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ રાજેન્દ્રસિંહને બાતમી મળી હતી કે નીચલું ફળીયું, મકતમપુર ખાતે કેટલાક લોકો બહારથી ઇસમોને બોલાવી પત્તા-પાનાથી હાર-જીતનો જુગાર રમાડી રહ્યા છે.

Advertisement

બાતમીના આધારે પોલીસે બે પંચ સાક્ષીઓને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યાં પહોંચતા કેટલાક લોકો જાહેરમાં ગોળ કુંડાળું વાળી પત્તા-પાનાનો જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસને જોઈ કેટલાક ઇસમો નાસી છૂટ્યા હતા, જ્યારે બેને પકડી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ દશરથભાઈ બીભાઈ વસાવા (રહે. બોરભાટા બેટ, મકતમપુર) અને લક્ષ્મણભાઈ ઉર્ફે લખો અરવિંદભાઈ વસાવા (રહે. ઝાડેશ્વર) તરીકે થઈ છે.

પોલીસે તેમની અંગઝડતી કરતાં દશરથભાઈ પાસેથી ₹1,450 અને લક્ષ્મણભાઈ પાસેથી ₹900 રોકડા મળી આવ્યા હતા. ઉપરાંત સ્થળ પરથી જુગારના દાવ પર મૂકાયેલા ₹600 રોકડા અને 52 પત્તા-પાના પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેમની સાથે અરવિંદ ઉર્ફે જમાઈ રસોયો (રહે. GIDC ફેઝ-1, ભરૂચ) અને કિરણ ઉર્ફે કાલુ ડાહ્યાભાઈ પટેલ (રહે. મકતમપુર) પણ જુગારમાં સામેલ હતા અને પોલીસ આવતા ભાગી ગયા હતા.

પોલીસે કુલ ₹2,950નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તમામ આરોપીઓ સામે ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

વડોદરા તાલુકાનાં પોર પાસે આવેલ રમણગામડી ગામમાં દીપડાએ હિંસક હુમલો કરી ત્રણ બકરાનું મારણ કર્યું…

ProudOfGujarat

નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટર, નીચાણવાળા ગામોને કરવામાં આવ્યા એલર્ટ

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!