Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં વાલીયા નજીક કોંઢ ગામ નજીક એસ.ટી. બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોને ઇજા પહોંચી.

Share

ભરૂચ જીલ્લાનાં વાલીયા તાલુકાનાં કોંઢ ગામ નજીક અમદાવાદથી ચોપડા જતાં એસ.ટી. બસને સવારે 4 વાગ્યાનાં સુમારે અકસ્માત નડયો હતો. આજે અમદાવાદથી ચોપડા મહારાષ્ટ્ર જતી સરકારી એસ.ટી.નાં ચાલકે કોંઢ ગામ નજીક પૂર ઝડપે બસ હંકારીને આગળ ચાલતા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં બસમાં બેઠા અને નિંદ્રા માણી રહેલા મુસાફરો સફાળે જાગી ગયા હતા. જોકે બસ અથડાતાં કેટલાક મુસાફરોને ઇજા પહોંચી હતી. જોકે ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે વાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ચોરી ના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસનાં આગેવાનો વિરોધ પ્રદર્શન કરે એ પૂર્વે જ પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

ભરૂચમાં રોહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન : સંત શરોમી રૈદાસ એન્ડ યુગાવતાર ડો. આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!