Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં ઘરફોડ ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલાયો: બે શખ્સ ઝડપાયા, રૂ.45 હજારનો મુદ્દામાલ કબજે

Share

 

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી રાજશે ફાર્માસ્યુટિકલ્સ ફેક્ટરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ અંકલેશ્વર GIDC પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, 2 જુલાઈની સાંજથી 3 જુલાઈની સવારે વચ્ચે અજાણ્યા શખ્સોએ ફેક્ટરીની કમ્પાઉન્ડ વોલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઇલેક્ટ્રિક રૂમમાંથી બે ઇલેક્ટ્રિક મોટર તથા અંદાજે 20 કિલોગ્રામ કોપર વાયર મળી કુલ રૂ.30 હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે 4 જુલાઈના રોજ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર સી. એફ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ (રહે. જીતાલીગામ, મૂળ ઉત્તર પ્રદેશ) અને જીતેન્દ્રકુમાર શ્યામદાસ દાસ (રહે. ગડખોલ, મૂળ ઝારખંડ)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરી થયેલી બે ઇલેક્ટ્રિક મોટર, કોપર વાયર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી GJ-05-LN-6600 નંબરની મોપેડ મળી કુલ રૂ.45 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને આરોપીઓની ધરપકડ કરી તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઔરંગઝેબ સામે અગાઉ પણ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોક્સો અધિનિયમ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે. સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસ્વાર, એએસઆઈ યુવરાજસિંહ, હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ, હેડ કોન્સ્ટેબલ જિજ્ઞેશભાઈ તથા પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ અંગે અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ધ્યાન કેન્દ્રીત કરી ચિંતા વ્યક્ત કરી.

ProudOfGujarat

આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરી અને અન્ય બનાવો વધે તેવી સંભાવના

ProudOfGujarat

ચંદ્રયાન-3 નો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ, લોકેશન અને આગળના લક્ષ્ય વિશે જાણો ISRO નું અપડેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!