Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નંદેલાવ બ્રિજ પાસે બે જૂથ બાખડવાની ઘટનામાં આખરે ૧૩ જણા સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ : ટેમ્પો વાયરને અડી જવાના મુદ્દે બન્ને પક્ષ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ પાસે સોમવારે બે જૂથ વચ્ચે સર્જાયેલાં ધિંગાણાની ઘટનામાં આખરે બન્ને પક્ષે એ ડિવિજન પોલીસે સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કુલ ૧૩ જણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકાના ચાવજ ગામે ખોડિયાર નગર વિસ્તારમાં રહેતાં વિપુલ ગગજી ભરવાડે ફરિયાદ આપી હતી કે, તેઓ સોમવારે નંદેલાવ બ્રિજની સામે એબીસી કોમ્પ્લેક્ષ પાસે તેમના કુટુંબીભાઈ રાજુભાઈ ધુળાભાઈ ભરવાડ, જેહાભાઈ રાહાભાઈ ભરવાડ તેમના ટેમ્પો મુકીને બેઠાં હતાં. તે વેળાં એક આયશર ટેમ્પો એબીસી કોમ્પ્લેક્ષના અંદરના રસ્તામાં આવતાં ઉપરના વાયર સાથે અડી જાય તેમ હોઈ તેમણે આઈસર ટેમ્પોના ડ્રાઈવર તેથા તેના બાજુમાં બેસેલાં વ્યક્તિને ટેમ્પોમાં વાયર અડી જશે તેમજ આગળનો રસ્તો બંધ છે તેમ જણાવતાં તેઓએ તેમને અપશબ્દો ઉચ્ચારતાં તેઓએ તેમેન અપશબ્દો બોલવાની ના પાડતાં તેમણે તેમની સાથે રકઝક કરી તેમને ધમકીઓ આપતાં હું તમને બતાવું છું તેમ કહીં થોડો દુર જઈ કોઈના ફોન કરતાં થોડીવારમાં તેના ચાર માણસો આવી ગયાં હતાં. બીજી તરફ તેમણે પણ તેમના કુંટુંબીભાઈ ગેલાભાઈ હરિભાઈ ભરવાડ, માધા પ્રેમા ભરવાડ તેમજ મુન્નાભાઈ ગેલાભાઈ ભરવાડને બોલાવતાં તેઓ પણ ત્યાં આવી ગયાં હતાં. અરસામાં સામેથી આવેલાં શખ્સોએ તેમની સાથે ઝઘડો કરી લોખંડના પાઈપ વડે જાડા વાયર તેમજ છુટા પત્થરો મારી તેમને તેમજ જેહાભાઈ, રાજુભાઈ, ભાધાભાઈ તેમજ મુન્નાભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને બાદમાં માલુમ પડ્યું હતું કે, હુમલો કરનારાઓ તમામ રહાડપોરના રહેવાસી હોવાનું તેમજ તેમના નામ તોસીફ હાસમ શેખ, હાસમ શેખ, યુસુફ શેખ તેમજ આજમ રાજુદ્દીન શેખ સહિત અન્ય બે હોવાનું માલુમ પડતાં તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.

ઘટના અંગે રહાડપોરના મિલ્લતનગર ખાતે રહેતાં તોફીક હાસમ શેખે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમના કાકા યુસુફ રાજુદ્દીન શેખ સાથે હલદર ગામેથી આઈશર ટેમ્પો લઈને દહેજ ખાલી કરવા માટે જઈ રહ્યાં હતાં. તે વેળાં નંદેલાવ બ્રિજથી દહેજ તરફ જવાનો રસ્તો બંધ હોઈ તેઓ નજીકમાં આવેલા એબીસી કોમ્પલેક્ષ તરફથી દહેજ તરફ જતાં હતાં તે વેળાં તેમના આયશર ટેમ્પો ઉપરથી પસાર થતાં વાયરને અડી જતાં ત્યાં નજીકમાં બેસેલાં ત્રણેક ઈસમોએ તેમને તને વાયર નથી દેખાતો તેમ કહી તેમને અપશબ્દોઉચ્ચારવા લાગ્યાં હતાં. મામલો ગરમાતાં તેઓએ તુ કોની સાથે વાત કરે છે તેમ કહીં ધમકાવા લાગતાં તોફીક તેમજ તેના કાકા ગાડીમાંથી નીચે ઉતરતાં તેઓએ તેમના પર હુમલો કર્યો હતો. અરસામાં તેમના અન્ય સાથીઓ પણ ત્યાં આવી ગયાં હતાં. બીજી તરફ તોફીકના પિતા હાસમ રાજુદ્દીન શેખ તેમજ તેમના મોટા પપ્પા આઝમ રાજુદ્દીન શેખ, સગો ભાઈ મુસ્તકીમ તેમજ પિતરાઈ ભાઈ સમીમ આઝમ શેખ આવીગયાં હતા. જોકે, સામેવાળાઓએ તેઓ પર લાકડી-ડાંગ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયાં બાદ હુમલાખોરોના નામ વિપુલ ગગજી ભરવાડ, રાજુ ધુળા ભરવાડ, જેહા રાહા ભરવાડ, મધા પેથા ભરવાડ, મુન્ના ગેલા ભરવાડ હોવાનું તેમજ તેમનેી સથે બઅનુ બે શખ્સો હોવાનું માલુમ પડતા તેઓ તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

વડોદરા શહેર અને જિલ્લાની ફોટાવાળી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ.

ProudOfGujarat

નાસતો- ફરતો -આરોપી ઝડપાયો

ProudOfGujarat

ઝઘડિયાનાં અવિધા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!